________________ કલ્યાણમંદિર સ્તોત્ર જીવ પહોંચી શકતો નથી. એટલે કે પ્રભુદર્શનને સર્વોત્તમ મહિમા અન્ય ગતિઓમાં પૂરેપૂરો અનુભવી શકાતું નથી. વળી પ્રભુદર્શનના અભાવમાં સૌથી મોટી ખોટ પણ મનુષ્યગતિમાં અનુભવવી પડે છે. બીજી ગતિઓમાં તે ભગવટાની મુખ્યતા છે, પુરુષાર્થની નથી. તે દૃષ્ટિએ પણ મનુષ્યગતિને આપેલું મહત્વ સમજવા ગ્ય છે. આ અને આવાં અન્ય કારણોને લીધે મનુષ્યગતિમાં પ્રભુ દર્શનનો લાભ અનન્ય છે તે આચાર્યજીએ આ કડીમાં સ્પષ્ટ કર્યું છે તે એગ્ય છે. સર્વ જી માટેનો મહિમા આઠમી કડીમાં પ્રગટ કર્યા પછી, તેના પડછામાં ઉત્કૃષ્ટ ગણાતી ગતિમાં મળતે અનન્ય લાભ વ્યક્ત કરતાં આચાર્યજીમાં તેમની સૂક્ષમ બુદ્ધિ અને અવકનશક્તિને આપણને પરિચય થાય છે. આચાર્યજી પિતે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય છે. પ્રભુને હૃદયમાં સ્થાપી તેમનું નિરંતર ધ્યાન ધરવાવાળા છે, એ સમજ્યા પછી, તેઓ આ રચના કરવા, અનેક મર્યાદાઓ નડતી હોવા છતાં કેમ પ્રેરાયા તે સ્પષ્ટ થઈ જાય છે. સામાન્ય મનુષ્યને પણ પ્રભુદર્શનથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે તે પ્રભુમય બનેલા મનુષ્યને તેમની સ્તુતિથી કે અનન્ય લાભ થાય ! એ ગણિત મૂકી શકાય ! ગમે તેટલી અલ્પશક્તિ કે મર્યાદાઓ હોય છતાં પણ આ અગણિત લાભ ન જ ચૂકાય ને? તે પછી સાચા ભાવથી સ્તુતિ કરવી જ રહી! છે ને આ અદ્ભુત વાત ! પોતે ગમે તેવા અલ્પ છે, પણ સમર્થની સ્તુતિ કરતાં કરતાં મહાન થવાને લાભ શા માટે જવા દે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust