________________ 12 કલ્યાણમંદિર સ્તોત્ર શ્રી સિદ્ધસેન દિવાકરના જીવનના કેટલાક પ્રસંગો આવા પ્રબંધ અને ચરિત્રમાં જળવાઈ રહ્યા છે, જે આપણે ઉપર જોયા. પરંતુ તેમના જીવનને કડીબદ્ધ ઇતિહાસ ક્યાંય પ્રાપ્ત થતું નથી એમાં પણ ઉપર જોયાં તે કારણે જ નિમિત્ત જણાય છે. મુનિ પોતે આત્મદષ્ટિ રાખી કૃતિ રચતાં, સાથે સાથે તેની નોંધ લેનાર કે ટીકા રચનાર પણ મુનિઓ હતા તેથી તેમની પણ આત્મદષ્ટિ જ રહેતી, આથી જીવનને ઈતિહાસ મળ ઘણું કઠિન થઈ પડ્યો છે. શ્રી સિદ્ધસેન દિવાકર રચિત કેટલાક ગ્રંથ આજે પણ ઉપલબ્ધ થાય છે. જેમાં " ન્યાયવતાર', દ્વાર્વિશિકાઓ”, “કલ્યાણમંદિર તેત્ર” અને “સન્મતિત પ્રકરણ” એ મુખ્ય છે. આ બધા ગ્રંથ વિદ્વાનો માટે આદરણીય છે. આ તેત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરે અનેક વિષમ સંકટમાં અદ્ભુત સામર્થ્ય પ્રગટાવી, આત્મદશા વર્ધમાન કરી, કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવનાર ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણ અને જીવનના પ્રસંગે તથા અતિશય ગૂંચ્યા છે. જે ભાવથી આચાર્યે સ્તુતિ કરી છે એવા અનન્ય ભાવથી સ્તુતિ કરવામાં આવે તે અવશ્ય સ્તુતિ કરનારનું કલ્યાણ થાય એ આ સ્તંત્રને ધ્વનિ છે. સાહિત્યની દૃષ્ટિએ આ એક ઉત્તમ પ્રકારની રચના છે. અનેક અલંકારોથી ભરપૂર છે અને એના અભ્યાસીને આત્મદષ્ટિએ અનેક પ્રકારે ઉપકારક છે. વળી આ સ્તુતિને ધ્વનિ તથા હાર્દ સમજાતાં તે કાવ્ય આચાર્યની ઉગ્ર આત્માવસ્થા, ભાવના આદિને તે સબળ પુરા બની રહે છે. આ કાવ્યની રચના તેમણે સમૃદ્ધ સંસ્કૃત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust