________________ કલ્યાણમંદિર સ્તોત્ર પ્રભુરૂપે ઓળખાણ ન હોય તે થયેલાં દેશમાં પણ કંઈ ફળ આપી શકતાં નથી. આમ પ્રભુદર્શનને સાચે લાભ મેળવવા માટે, પ્રભુના સત્ય સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન કરવા માટેની તીવ્ર અભિલાષા હેવી તે ખૂબ અગત્યનું છે. આ ઝંખનાના પરિણામે જ્યારે મનુષ્યને પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન થાય છે ત્યારે એના પ્રભાવથી દર્શન કરનાર મનુષ્યનાં અનેક દુઃખે-ઘણું ઘણું પ્રકારે દુઃખ આપે એવા સેંકડે દુઃખે સહજપણે નાશ પામે છે, અને તે દુઃખે ઉદયમાં આવી એ મનુષ્યને પરેશાન કરી શકતાં નથી. આ પ્રભાવ સમજાવવા માટે આચાર્યજી એક ઉદાહરણ આપે છે. રાત્રીના અંધકારને લાભ લઈને ચેર લેકે પશુઓને તેમના નિવાસસ્થાનેથી ચેરી જવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ચેરી કરતી વખતે અન્ય કેઈનું લક્ષ તેમના પર ન જાય તેવી તકેદારી તેઓ રાખતા હોય છે. તેમ છતાં કેઈ ગફલતીના કારણે કે પશુના વિરોધને કારણે, પશુપતિનું લક્ષ તેમના કાર્ય તરફ જાય અર્થાત્ પશુઓના માલિકની નજર તેમના પર પડી જાય, અથવા તે ચેરીનું કાર્ય કરતાં વાર લાગે અને પ્રભાતનાં સૂર્યનાં સેનેરી કિરણે ચારે બાજુ પ્રસરવા લાગે તે તરત જ તેઓ પોતે આરંભેલું ચેરીનું કાર્ય પકડાઈ જવાના ડરથી છેડી દે છે. પશુઓને એમ ને એમ, ત્યાં જ છેડી તેઓ પલાયન થઈ જાય છે. જેવું ચેર અને પશુઓની બાબતમાં બને છે, તેવું જ મનુષ્યનાં દુઃખ અને પ્રભુની બાબતમાં બને છે, તે અહીં આચાર્યજીએ પ્રગટ કર્યું છે. . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust