________________ 30 કલ્યાણમંદિર સ્તોત્ર ઘૂવડનાં બચ્ચાં જેવું જ પૂરવાર થાત, પણ તે બધું છૂટી જવાથી કાર્ય પૂર્ણ થવાનું છે એ આચાર્યજી આ કડીમાં ગુપ્ત રાખી શ્રેતા સમક્ષ કોયડો જ રાખે છે, અને પછીની કડીમાં થોડો વિશેષ ગહન પણ કરે છે. मोहक्षयादनुभवन्नपि नाथ मो नून गुणात् गणयितुं न तव क्षमेत / कल्पांतवांत पयसः प्रकटोऽपि यस्मान् मीयेत् केन जलधेर्ननु रत्नराशिः / / 4 . અનુભવ કરે તુજ ગુણ તણે જન મેહના ટાળવા થકી, નહિ પાર પામે નાથ ! તે પણ આપ ગુણ ગણતાં કદી જેમ પ્રલયકાળ વડે ખસેલા જળ થકી સમુદ્રના, ખુલ્લા થયેલા રત્ન ઢગલા કેટથી માપી શકાય ના. 4 પિતે જ પ્રગટ કરેલા પ્રશ્નને વધુ ગુંચવતા આચાર્યજી આ કડીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને જણાવે છે કે, “હે નાથ ! જેમ પ્રલયકાળને લીધે સમુદ્રનું પાણી ખસી જવાથી ખુલે થયેલે રત્નનો સમુહ કેઈથી માપી શકાય નહિ, તેમ જેનામાંથી મેહ દૂર થયેલ છે એવા પુરુષે પણ આપના ગુણનું વર્ણન કરવાને શક્તિમાન નથી.” દેહધારી જીવ કે જે મરણને શરણ થવાનું છે તેને મેહ નાશ પામ્યા હોય છતાં પણ આપનું–આપનાં ગુણેનું યથાર્થ વર્ણન તે કરી શકતું નથી. ત્રીજી કડીમાં આપણે જોયું કે જેને કર્મનાં પડળ, મેહનાં દળિયા નડતાં હોય છે તેને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust