________________ કલ્યાણમંદિર સ્તોત્ર . 53 હે સ્વામી! આપ હૃદય વિશે આ તદા પ્રાણ તણ, ક્ષણમાત્રમાં દૃઢ કર્મબંધન જાય તૂટી જગ તણા; વનના મયુરે મધ્યમાં જેવી રીતે આવ્યા થકી ચંદન તણા તરુથી જ સર્પો સદ્ય છૂટે છે નકી. 8 આચાર્યજી પ્રભુજી સમક્ષ અહોભાવભરી વાણીમાં જણાવે છે કે, “હે વિભુ ! ચંદનના વનમાં ચંદનવૃક્ષને સર્પો ભરડે દઈને રહે છે, પણ વનમાં મયૂર પક્ષીના પ્રવેશ માત્રથી તે ભરડો છૂટી જાય છે. તેમ જ હે વિભુ! સ્વભાવતઃ આનંદરૂપ આ હૃદયમાં “પાપ”, “દુખ” રૂપી સર્પો ભરડે દઈને રહેવા લાગ્યા હતા તે આપ કલાધર મેરના પ્રવેશમાત્રથી અદશ્ય થાય છે.” આ કડીમાં બહુ જ સ્વભાવિકતાથી છતાં અદ્દભુત રીતે પ્રભુને યથાર્થ મહિમા આચાર્યજીએ વર્ણવે છે. પ્રભુ જ્યારે પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે, અર્થાત્ કર્મથી લેપાયેલે જીવ જ્યારે પ્રભુ પ્રતિ પ્રેમ ઢળી, પ્રભુને હૃદયમાં સ્થાપિત કરે છે ત્યારે ગમે તેવાં દઢ કર્મબંધન હોય તે પણ ક્ષણમાં-જોતજોતામાં તૂટી જાય છે અને જીવ કર્મમુક્ત બને છે. પ્રભુ જ્યારે પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે તે પ્રાણીનાં કર્મો ટકી શકતાં નથી, તેને નાશ થતો જાય છે. અહીં આચાર્યજી પ્રભુને “વિભુ” તરીકે ઓળખાવે છે તે ઘણું સૂચક છે. “વિભુ એટલે પ્રકાશિત કરનાર. જ્યાં અંધકાર છવાયો હોય ત્યાં પ્રકાશ પાથરે તે વિભુ. આ સંબોધન પરથી જ આપણને પ્રભુનું કાર્ય સામાન્યપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust