________________ કલ્યાણમ દિર સ્તોત્ર આથી જ્યારે જ્યારે ઈષ્ટ અને અનિષ્ટનો સંઘર્ષ જામે છે ત્યારે ત્યારે ઈષ્ટને જય અને અનિષ્ટને પરાજય હોય છે. જેમ પ્રકૃતિમાં તેમ પરમાર્થમાં કર્મ અને પ્રભુને પ્રકૃતિથી જ વેરભાવને સંબંધ છે, તેઓ બંને ક્યારેય પણ સાથે રહી શકતા નથી. કર્મ એ સર્વ પ્રકારના અનિશે અને દુઃખનું નિમિત્ત છે, ત્યારે પ્રભુ એ સર્વ ઇષ્ટ અને અવ્યાબાધ સુખનું નિમિત્ત છે. તેથી જ્યારે જ્યારે બંને વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે ત્યારે પ્રભુને જ વિજય નિશ્ચયપણે હોય છે, તથા કર્મ હાર ખાય છે એ અવસ્થા અહીં સ્પષ્ટપણે રજૂ કરાઈ છે. આ કડીને વિચારતાં સમજાય છે કે આત્મા એ ચંદનવૃક્ષ સમાન છે. તે ગમે તે સંગમાં યથાવત્ રહે છે. સર્પ ભરડે લે તો પણ વૃક્ષ તેની સુગંધને કે ઠંડકને ત્યાગ કરતું નથી, તેમ આત્મા પણ ગમે તેવા કર્મભાર નીચે પ્રદેશ કે ગુણનો ત્યાગ કરતા નથી. તે પિતાની અવસ્થા જાળવી રાખે છે. કર્મ એ સર્પ સ્વરૂપ છે. તે અનિષ્ટ તથા પીડા સૂચવે છે, ત્યારે પ્રભુ એ મયુરસ્વરૂપ છે, તે પાત્રતા અને પવિત્રતા સૂચવે છે. * . . . અહીં પ્રકૃતિ અને પરમાર્થને એક તફાવત નજરે ચડે છે. સર્પ અને મયૂરના ગજગ્રાહની વચ્ચે ચંદનવૃક્ષ અલિપ્ત રહે છે. તે પિતે કેઈને નિમંત્રણ આપતું નથી કે તિરસ્કાર કરતું નથી. ત્યારે જીવ પોતાના ભાવાનુસાર. બંનેને નિમિત્ત આપે છે. આત્મા એ ચંદનવૃક્ષની જેમ બધાને આકર્ષનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust