________________ 42 કલ્યાણમંદિર સ્તોત્ર વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેથી, પણ પક્ષી શું પિતા તણું ભાષા કહે વદતાં નથી ? 6 નાના બાળકની જેમ અતિ ઉત્સાહમાં આવીને પિતે પ્રભુના ગુણોની ખાણ વર્ણવવા તે બેઠા છે, પણ તે કાર્ય વિદ્વાનેની નજરમાં કેવું હાસ્યાસ્પદ જણાય છે તે અનુભવ સ્પષ્ટ કરતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, હે ઈશ! યેગીઓ (મન, વચન અને કાયાને વેગને સંયમિત કરનારાઓ) પણ તમારા ગુણ કહેવાને શક્તિમાન થતા નથી, તે પછી ગુણોનું વર્ણન કરવા માટે મારી બુદ્ધિ કેવી રીતે સમર્થ થાય? આ રીતે જોતાં તે મારું આ કાર્ય વિચાર વગરનું, અતિ સાહસ પૂર્વકનું ગણાય તેવું છે. તથાપિ મનુષ્યની ભાષા ન સમજવા છતાં પક્ષીઓ શું મનુષ્યની સમક્ષ પોતાના ભાવ જણાવવાના પ્રયાસ નથી કરતા? આચાર્યજી આ કડીમાં પોતે આરંભેલું કાર્ય અન્યની દષ્ટિમાં કેવું વિચાર વગરનું જણાય છે તે સ્પષ્ટ કરે છે. તેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુને કહે છે કે હે પ્રભુ! તમારામાં એટલા બધા ગુણોને સમુહ એકઠો થયે છે કે ભલભલા ગીઓ પણ તેનું વર્ણન કરવા સમર્થ થતા નથી. ભેગી એટલે મન, વચન અને કાયાને વેગને સંયમિત કરી આત્મદશાની ઉચ્ચ અવસ્થાએ વિરાજતા છે. તેમનું મુખ્ય કાર્ય પ્રભુ સાથે એકતા કેળવવાનું છે, અને સંસારથી સર્વથા અલિપ્તપણું કેળવવાનું છે. આવા માત્ર આત્માર્થમાં રમતા ગીએ પણ પ્રભુના ગુણો યથાર્થ રીતે વર્ણવવામાં સફળ થતા નથી. ભૌતિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust