________________ 47 એવા કલ્યાણમંદિર સ્તોત્ર आस्तामचित्य महिमा जिन संस्तवस्ते नामाऽपि पाति भवतो भवतो जगंति / तीव्रातपो पहत पांथ जनान्निदाधे श्रीणांति पद्मसरसः सरसोऽनिलोऽपि / 7 અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની જિનવર અરે, તુજ નામ પણ સંસારથી ત્રિલયકનું રક્ષણ કરે; જ્યમ ગ્રીષ્મકેરા સખ્ત તાપ વડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવડેરા શીતળ વાયુથી સુખી. 7 પિતાને અનેક મર્યાદાઓ નડતી હોવા છતાં આચાર્યજી આ રચના કરવા કેમ તત્પર બન્યા છે તેનું રહસ્ય અહીં જાણવા મળે છે. પ્રભુના સ્મરણથી સંસારના પરિતાપથી છૂટાય છે એ બતાવતાં આચાર્યજી આ કડીમાં પ્રભુને સંબોધીને કહે છે કે, “હે જિનપ્રભુ ! આપની સ્તુતિ કરવાને મહિમા તે ચિંતવી પણ ન શકાય તેવું છે. માત્ર તમારા નામનું સ્મરણ કરવામાં આવે તે પણ તે ત્રણે લેકના જીવને સંસારથી રક્ષણ આપવા સમર્થ છે. મધ્ય ઉનાળાના સખત તાપમાં પ્રવાસ કરતે મુસાફર અનેક સંકટો પામે છે, પણ જ્યારે તે મુસાફર કમળથી ભરપૂર એવા તળાવ પરથી પસાર થઈને આવતા ઠંડા વાયુને સ્પર્શ પામે છે ત્યારે સુખ તથા શાંતિ અનુભવે છે. અર્થાત્ પ્રભુનું નામસ્મરણ એ સંસારના પરિતાપમાં ગ્રીષ્મ ઋતુમાં શીતળ વાયુ માફક સાતાકારી રહે છે. આ સંસારમાં અનુભવવા મળતી એક પરિસ્થિતિનું દષ્ટાંત લઈને આચાર્યજી આ કડીમાં પ્રભુનાં સ્મરણને અને સ્તુતિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust