________________ 48 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રભાવ વર્ણવે છે. પ્રત્યેક મનુષ્ય સમજી શકે અને અનુભવી શકે એવી વિષમ પરિસ્થિતિનું ચિત્ર ત્રીજી પંક્તિમાં ખડું કરે છે. ધમધખતા ગ્રીમની બપોરે, જ્યાં લેશ પણ છાંયે મળતા ન હોય તેવી વાટે આગળ વધતા મુસાફરનું ચિત્ર આપ્યું છે. આ મુસાફર એ સખત તાપમાં કેટલા પ્રકારની વેદના અનુભવે? ધરતી ખૂબ તપી હોય એટલે પગ સખત દાઝતા હોય, અગ્નિ ઝરતી લૂ વાતી હોય એટલે આખા શરીરે ડામ દેવાતા હોય તેવી બળતરા થતી હોય, અને માથા ઉપર પણ ક્યાંય છાંયે ન આવવાને કારણે એ ભાગ પણ બળું બળું થતે હેય; આ દશામાં સખત તૃષા લાગી હેય; આવા સમયે એ મુસાફર કેટલા પ્રકારે દુઃખ અનુભવે તેની કલ્પના આવવી કઠણ નથી. તે ચારે બાજુથી સંકટથી જ ઘેરાયેલું હોય, અને કયાંયથી પણ રાહત મળે તેવો અવકાશ ન હોય, એવી પરિસ્થિતિમાં પ્રવાસમાં આગળ વધવું તે મુસાફરી માટે કેટલું વિષમ બની રહે! તેમ છતાં તે પ્રવાસમાં થોડે આગળ જતાં એક સુંદર કમળથી ભરપૂર તળાવ પાસેથી પસાર થવાને તેને વેગ આવે, તે સરોવર પરથી પસાર થઈને આવતી મીઠી હવાની શીતળ લહેર માણવાને પ્રસંગ બને તે તે મુસાફરને કેટલી શાંતીને અનુભવ થાય ! લૂ ઝરતા પવનની જગ્યાએ શીતળતાથી ભરપૂર પવનને સ્પર્શ થતાં આખા શરીરને દાહ લુપ્ત થાય, ધરતી પણ શીતળતાને કારણે દાહ દેવાનું બંધ કરે અને એ રીતે સમગ્ર શરીરે સુખને અનુભવ થાય. વળી સુંદર કમળોથી યુક્ત સરેવરનું નયનરમ્ય દશ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust