________________ 28 કલ્યાણમંદિર સ્તોત્ર તે કાર્ય સફળ થતું નથી. બીજા અનેક ગુણ હોવા છતાં એક દિનબંધપણાની મુખ્ય ખામીને લીધે ઘૂવડનું બચું અત્યંત તેજસ્વી, દેદીપ્યમાન સૂર્યના સ્વરૂપને સમજી કે વર્ણવી શકતું નથી. એવું જ પ્રભુના ગુણ વર્ણવનારને થાય છે. પોતે કર્મથી અવરાયેલા હોવાને કારણે, કર્મની કાલિમા ચારેબાજુ છવાયેલી હેવાને કારણે જીવ પ્રભુના સાચા સ્વરૂપને ઓળખી શકતે નથી, અને વર્ણવી શકત પણ નથી. ઘૂવડને બચ્ચાને સૂર્ય સ્વરૂ૫ ન વર્ણવી શકવામાં દિનઅંધપણું કારણરૂપ છે, એ રીતે પ્રભુસ્વરૂપ યથાર્થ ન વર્ણવી શકવામાં સ્વચ્છેદ મુખ્ય કારણરૂપ છે. જીવ સ્વચ્છેદે ચાલે છે અને ચારે બાજુ કર્મની કાલિમા છવાયેલી હોય છે તેથી તેને પ્રભુની ઓળખ અથવા તે પ્રતીતિ આવી શકતાં નથી. આથી સ્વચ્છેદે ચાલનારને પ્રભુનું સ્વરૂપ વર્ણવવું એટલું કઠિન છે કે જેટલું કઠિન ઘૂવડનાં બચ્ચાંને સૂર્યનું સ્વરૂપ વર્ણવવું છે. સૂર્યના તેજ પાસે જેમ ઘૂવડનાં બચ્ચાંનું તેજ કંઈ વિસાતમાં નથી, તેવી જ રીતે સર્વજ્ઞ શ્રી પાર્શ્વનાથ પ્રભુના વૈલોક્ય પ્રકાશક જ્ઞાન પાસે આચાર્યજીના જણાવ્યા પ્રમાણે પિતાનું જ્ઞાન કંઈ જ વિસાતમાં નથી. પોતાની શક્તિઓ અને જ્ઞાન કર્મથી અવરાયેલાં હોવાને કારણે પ્રભુનાં ગુણોનું વર્ણન કરવા બેસવું એ આચાર્યજીને ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે, અને એથી જ પિતાને એ કાર્ય કરતી વખતે નિબંધ ઘૂવડના બચ્ચાં સાથે સરખાવે છે, અને પોતાના પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિના કાર્યને, ઘૂવડના બચ્ચાએ કરેલી સૂર્યસ્તુતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust