________________ 26 કલ્યાણમંદિર તેત્ર આચાર્યજી પિતાની મર્યાદા પ્રભુ સમક્ષ સ્પષ્ટ કરતાં પ્રભુજીને જણાવે છે કે હે જિનરાજ! તમારા જેવા અલૌકિકનું સામાન્ય સ્વરૂપ વર્ણવવું એ પણ મારા જેવા મંદબુદ્ધિવાળા માટે સુલભ નથી. જેમ દિવસના ન જોઈ શકનાર ઘુવડ પક્ષીનું બચ્ચું ગમે તેટલી ધીરજવાળું હોય તે પણ તે સૂર્યનું સ્વરૂપ વર્ણવવા માટે શક્તિશાળી નથી તેમ. આ કડીમાં આચાર્યજી પિતાને દિનઅંધ ઘૂવડના બચ્ચા સાથે સરખાવે છે, અને પ્રભુને દેદીપ્યમાન સૂર્ય સાથે સરખાવે છે. તે દ્વારા સર્જતી પરિસ્થિતિથી તેઓ પિતાની મર્યાદા પ્રકાશિત કરે છે. ઘુવડનાં બચ્ચાંને આંખે હોવા છતાં પણ તે દિવસના ભાગમાં જોઈ શકતું નથી, તેને સર્વત્ર અંધકાર જ દેખાય છે. સૂર્યના પ્રકાશમાં તેની આંખો એવી અંજાયેલી રહે છે કે સૂર્યના પ્રકાશમાં તેને બીજું કંઈ પણ દેખાતું નથી. તેની આંખનું નૂર જ એ પ્રકારનું હોય છે કે તેને ઝળહળતા સૂર્યને પ્રકાશ પણ અંધકારમય જ લાગે છે, ત્યારે રાત્રિના અંધકારમાં તેની આંખે કામ કરે છે. તે બધી વસ્તુઓ રાત્રિના સમયે જોઈ શકે છે. આમ ઘૂવડનાં બચ્ચાંને સૂર્યનાં દર્શન થતાં જ નથી. તે બીજા પાસેથી ઝળહળતા સૂર્યના પ્રકાશ વિશે અનેક વાતે સાંભળી, પિતે એ પ્રકાશ અનુભવવા તથા વર્ણવવા તત્પર બને તે પણ તેનાથી તે કાર્ય થઈ શકતું નથી. આ બચ્ચું સૂર્યને વર્ણવવા માટે ગમે તેવી ધીરજવાળું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust