________________ કલ્યાણમંદિર સ્તોત્ર 37. તેમ છતાં બાળક અને આચાર્યજી વચ્ચે રહેલે એક તફાવત અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. ઉદધિને વિસ્તાર બતાવતા બાળકને, પિતાની શક્તિની અલ્પતાનું કે મર્યાદાનું યથાર્થ ભાન હેતું નથી, તે તે એમ જ સમજતું હોય છે કે પોતે બધું બરાબર વર્ણવે છે. તેને એ ખ્યાલ પણ હેતે નથી કે સમુદ્રની વિશાળતા બતાવવા પોતાનાં બે હાથ ઘણા નાના છે. ત્યારે આચાર્યજીને પિતાની મર્યાદાનું ભાન અત્યંત સ્પષ્ટપણે છે. આ કડીની બીજી જ પંક્તિમાં તેઓ જણાવે છે કે, આરંભ તે કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું” હું મારી મંદ બુદ્ધિને યથાર્થ પણે જાણું છું, અનુભવું છું, તેમ છતાં પ્રભુથી પ્રભાવિત થઈને તેમના ગુણેના સ્મરણ દ્વારા તેમની સ્તુતિ કરવા હું પ્રવૃત્ત થયે છું.” તેમની આ સ્પષ્ટતા આપણને એક પ્રકારની ચેકકસ વિચારણા પ્રતિ વાળે છે. આપણને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળક તે પોતાની મર્યાદા જાણતું નથી, તેથી એ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, ત્યારે આચાર્યજી તે પિતાની મર્યાદાને સ્પષ્ટપણે જાણતાં અને અનુભવતાં છતાં, તેને પ્રકાશ કર્યા પછી પણ એ પ્રવૃત્તિ કરવા તત્પર બન્યા છે, તે તેની પાછળનું રહસ્ય શું છે? આ પ્રવૃત્તિ થવા પાછળ ક્યા પરિબળો કાર્ય કરી રહ્યા છે? આ પ્રશ્નોના સમાધાનાથે ચિંતન કરતાં, તેને ખુલાસે આ પછીની કડીઓમાં આપણને મળી રહે છે. આપણે એ પ્રતિ વળીએ તે પહેલાં પ્રભુ માટે અને પિતા માટે આચાર્યજીએ જેલી ઉપમા સમજવી યેગ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust