________________ કલ્યાણમંદિર સ્તોત્ર દેતે. બધું જ પિતાના ઊંડાણમાં સમાવી દે છે. અગર સૂર્ય પોતાના પ્રખર તાપથી સારાએ સમુદ્રને શોષી લેવા તત્પર બને છે, સાથે અંદરના ભાગમાં રહેલે ભડકે બળતે વડવાગ્નિ તેને વિશિષ્ટ પ્રકારે સહાયકારી બનતે હોય, તેવી સ્થિતિમાં પણ સમુદ્ર પિતાની સમતુલા જાળવી રાખે છે, અને બધું જ પિતામાં સમાવ્યા કરે છે. તેનાં આ પ્રકારનાં ગંભીર પણુએ અનેક જ્ઞાનીઓને આકર્ષ્યા છે. આથી જ કેઈ વિદ્વાને ગાયું છે કે - હૈયે વડવાનલ જલે, તે યે સાગર ગાય; હસી જાણે જગઝેર પી, સંતન તે કહેવાય. આચાર્યજી જ્યારે પ્રભુને સાગર સમા ગણાવે છે ત્યારે તેમના આવા ગુણોને અનુભવ થતો જણાય છે. પ્રભુના ગુણ ચારે બાજુ ફેલાયેલા છે. કેઈ ક્ષેત્ર એવું જોવામાં કે અનુભવવામાં આવતું નથી કે જ્યાં પ્રભુના ગુણનો પ્રભાવ પહોંચતું ન હોય. જે કઈ ક્ષેત્ર એવું હોય કે જ્યાં પ્રભુને પ્રભાવ ન હોય તે તે ક્ષેત્રના જીવે કદી પણ વિકાસ કરી શકે નહિ. આ પ્રભુના ગુણેના પ્રભાવની વિશાળતા આચાર્યજીને ખૂબ આકર્ષી ગઈ જણાય છે. વળી પ્રભુ અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યના ધારક હેવા છતાં પિતાની આ સમૃદ્ધિ કયાંય પ્રગટ કરતા જણાતા નથી. તેઓ તે પોતાની સર્વ શક્તિઓ પિતામાં જ ગંભીર બનીને સમાવી દે છે. તેઓ ક્યારેક પિતાને મળેલી જ્ઞાનસમૃદ્ધિથી છલકાતા નથી, પણ સાગરની માફક પિતામાં સમાવે છે અને પાત્ર જીવની પાસે જ એ ખજાને પ્રગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust