________________ કલ્યાણમંદિર સ્તંત્ર છે તેથી બુદ્ધિ, શક્તિ ત્યાં વિશેષ હોય તે સ્વાભાવિક છે. આમ દેવે તેમની વિશાળ બુદ્ધિ તથા શક્તિ માટે પ્રખ્યાત છે. એમાં ય તેઝના ગુરુ-સર્વશ્રેષ્ઠ દેવની બુદ્ધિ તથા શક્તિ માટે તે પૂછવું જ શું? પ્રભુનાં પાંચ કલ્યાણક-ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક-ઉજવતી વખતે દેવમાં શ્રેષ્ઠ ઇંદ્ર પિતાનાં હજાર રૂપ વિકુવીને હજાર હાથી પ્રભુની સ્તુતિ કરતાં કરતાં તેમને મહિમા વર્ણવે છે. પરંતુ ઈન્દ્રને ય પ્રભુનાં ગુણ તથા શક્તિનું વર્ણન કરવા માટે એ હજાર જીભ પણ ઓછી પડે છે, અર્થાત્ ઇંદ્ર પોતાને જણાયેલા, અનુભવાયેલા પ્રભુના મહિમાને એ હજાર જીભ દ્વારા પણ પૂર્ણ પણે પ્રગટ કરી શકતા નથી. તેથી જ આચાર્યજી જણાવે છે કે વિશાળ બુદ્ધિવાળા સુરગુરુ પણ પ્રભુના સાગર જેવા મહિમાનું વર્ણન કરવામાં શક્તિહીન જણાય છે. આ અનુભવ કબીરને પણ થયે જણાય છે. તેઓ કહે છે, સાત સમુદ્રકી શાહી કરું, કલમ કરું વનરાઈ, પૃથ્વીકા કાગજ કરું, હરિગુન લિખા ન જાઈ. આ વસ્તુ તે પ્રત્યેક તીર્થકર તથા મહાન આત્માઓ માટે સત્ય છે. આથી અહીં સુધીના વર્ણન પરથી એ સમજાતું નથી કે આચાર્યજી, વીસમાંથી કયા તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયા છે, એની સ્પષ્ટતા આપણને ત્રીજી પંક્તિમાંથી મળી રહે છે. જે પ્રભુ મહાગર્વિષ એવા કમઠ દૈત્યને ગર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust