________________ કલ્યાણમંદિર સ્તંત્ર ૧પ કાળમાં કોઈ પણ રચનાના પ્રારંભમાં વિનહર્તા દેવની સ્તુતિ કરવામાં આવતી હતી. અને એ સ્તુતિ મંગલાચરણ તરીકે ઓળખાતી આ પ્રકારની સ્તુતિ રચવામાં કર્તાને હેતુ એ રહે કે પિતે આરંભેલું શુભ કાર્ય એ દેવના પ્રભાવથી નિર્વિદને પૂર્ણ થાય અને પોતે શુભ્ર કીતિના ભક્તા બને. કેટલીક વખત રચનામાંથી પોતાનું કર્તુત્વ કાઢી નાખવા, તથા સત્કાર્યને યશ વિનહર્તા દેવને આપવાની વૃત્તિથી પણ મંગલાચરણની રચના થતી હતી. મંગલાચરણની રચનાની એ પ્રણાલિકાને આચાર્યજી અહીં અનુસરેલા જણાય છે. તેઓ ગણેશ આદિ દેવની સ્તુતિ કરતા નથી પણ મહાસમર્થ સર્વજ્ઞ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરીને આરંભ કરે છે. અન્ય દેવે છે તેઓ કર્મથી લેપાયેલા હોવાને કારણે અનેક મર્યાદાઓથી બંધાયેલા છે, ત્યારે પાર્શ્વનાથ પ્રભુ સહુ કર્મથી મુકાયેલા હોવાથી નિબંધ છે અને સંપૂર્ણ છે. તેમના આશિષથી કરેલું કાર્ય સંપૂર્ણ થાય છે અને ઉત્તમ પણ નીવડે એવી ભાવના અંતર્ગત રહેલી જોઈ શકાય છે. આ * પ્રભુને ગુણે બતાવી, પોતે કેની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયા છે તે જણાવતાં આ બે યુગ્મરૂપ કડીઓમાં આચાર્યજી કહે છે કે “કલ્યાણના મંદિરરૂપ, જે ઈચ્છવામાં આવે તે આપવાની ઉદાર વૃત્તિવાળા, ભયથી ભરેલાને અભય આપનાર દાનેશ્વરી, કેઈપણ અશુભને કાપવામાં અસમર્થ, સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીને નૌકારૂપ એવા શ્રી તીર્થકર પ્રભુને નિર્દોષ ચરણકમળને હું પહેલી વંદન કરીને, શ્રી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust