________________ 18 કલ્યાણમંદિર સ્તોત્ર નિરાશ કરતાં નથી. યાચકના ભાવની તીવ્રતા મંદતા અનુસાર ઈચ્છિતની પ્રાપ્તિ વહેલી મેડી થાય તેમ બને છે, પણ ક્યારેય ઈચ્છિત પ્રાપ્ત ન થાય તેવું બનતું નથી. પ્રભુ સિવાય અન્ય કઈ પાસે જ્યારે ઈચ્છિતની માગણી કરવામાં આવે છે ત્યારે તેની પ્રાપ્તિ દાતાની શક્તિમર્યાદા અનુસાર થાય છે. દરેક દાતાને પિતાનાં કમઆશ્રિત ભાવની અને પિતા પાસે હવાપણાની મર્યાદા રહ્યા કરે છે. ત્યારે પ્રભુનાં ચરણને આવી કોઈ મર્યાદા નથી. પ્રભુ પિતે સ્વયંસંપૂર્ણ છે, તેમને કોઈ પણ વસ્તુ માટે બીજા પર આધાર રાખવાનું રહેતું નથી. આથી પ્રભુનાં ચરણને એવો મહિમા છે કે તેમની પાસેથી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે, પણ મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થઈ શકતી નથી, તે ઈચ્છાપૂતિ માટે તે પ્રભુનાં ચરણને જ આરાધવા પડે છે. અર્થાત્ એવી કઈ પણ ઈચ્છા નથી કે જે પ્રભુનાં ચરણ પાસેથી પૂર્ણ ન થાય. વળી જ્યારે અન્ય પાસે ઈચ્છાપૂતિની માંગણી કરવામાં આવે ત્યારે તેની પાસેથી તે પ્રાપ્તિને પુણ્યદય જોઈએ છે. તે ન હોય તે પ્રાપ્તિ થતી નથી. પ્રભુના ચરણ પાસે ઈચ્છવામાં આવે ત્યારે પણ પુણેદયની જરૂર તે છે જ, પણ જ્યાં પ્રભુના ચરણને નમીને વંદન કરવામાં આવે છે ત્યાં જ એ પુણ્યોપાર્જનને આરંભ થઈ જાય છે, જેથી યાચકને આ જરૂરિયાતની ગણતરી કરવાની રહેતી નથી. અન્યને કાળની મર્યાદા નડે છે, નિબંધ પ્રભુચરણ એ મર્યાદાથી પર છે, આથી તેની પાસે કરેલી માંગણી કાળાંતરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust