________________ કલ્યાણમંદિર સ્તોત્ર 17 મંદિર અને પવિત્રતાને અવિનાભાવિ સંબંધ છે, આથી “મંદિર શબ્દથી ઘણા પ્રકારની પવિત્રતાનું સૂચવન થાય છે. અને એ પવિત્રતાના પડછામાં કલ્યાણ અથવા સુખશાંતિની અનુભૂતિ અવશ્ય રહેલી હોય છે. આથી જે જગ્યાએથી અનેકવિધ રીતે સુખ-શાંતિ પવિત્રતા વધતાં જાય તે કલ્યાણનાં મંદિરરૂપ કહી શકાય. વળી એ જગ્યાએથી કેઈ પણ જીવ કેઈને કે પ્રકારે શાંતિ કે સુખ મેળવ્યા વગર પાછો જાય નહિ. આ લક્ષણથી તપાસતાં પ્રભુનાં ચરણ ખરેખર કલ્યાણના મંદિરરૂપ છે. તીર્થંકર પ્રભુનાં ચરણની પવિત્રતા એટલી બધી છે કે તેની આસપાસ કોઈ પણ પ્રકારની અપવિત્રતા વાસ કરી શકતી નથી. ગમે તેવી અપવિત્રતા હોય તે પણ તે પ્રભુનાં ચરણને સ્પર્શ પામતાં પવિત્ર બની જાય છે. જે જીવ પ્રભુનાં ચરણનું શરણ લે છે તેનાં બધા દેશે ગળી જાય છે, અને કાળે કરીને તે જીવ પવિત્ર આત્મા બને છે. આથી પ્રભુનાં ચરણને “કલ્યાણનાં મંદિરરૂપ” કહેવાં યથાર્થ જણાયા વિના રહેશે નહિ. આ ઉપરાંત શ્રી તીર્થકર પ્રભુનાં ચરણ “ઈચ્છિત આપવામાં ઉદાર” છે. પ્રભુના ચરણમાં જઈને જે જીવ જે કંઈ ઈચ્છે તે તેને કાળે કરીને, એગ્ય સમય આવતાં પ્રાપ્ત થાય છે. જે જીવ સંસાર માગે તેને સંસાર મળે છે, વૈભવ માગે તેને વૈભવ પ્રાપ્ત થાય છે, સત્તા ઈછે તે સત્તાધીશ થાય છે, કુટુંબમાં જ મગ્ન થવા ઈચ્છે તે બહોળા કુટુંબમાં વસતે બને છે, અને આત્મિક સુખ કે મેક્ષ માગે તે આત્મિક સુખ તથા મોક્ષને ભક્તા બને છે. પ્રભુનાં ચરણ કેઈ પણ યાચકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust