________________ કલ્યાણમંદિર સ્તોત્ર પ્રગથી અસંખ્ય સૈનિકે આપીને રાજાને બચાવી લીધો. આ પ્રસંગે આચાર્યજીએ પિતાને મળેલી સિદ્ધિને બીજી વખત ઉપયોગ કર્યો. તે પછીથી તેમનું “સિદ્ધસેન”નામ વિશેષ પ્રસિદ્ધ થયું. આખરે આચાર્યજી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા, અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. પાદલિપ્તસૂરિ અને તેમની જ શિષ્ય પરંપરામાં થયેલા વૃદ્ધવાદી સૂરિ “વિદ્યાધર” વંશના હતા. એનું પ્રમાણ બતાવતાં પ્રબંધકાર જણાવે છે કે વિક્રમ સંવત ૧૫૦માં જાકુટિ શ્રાવકે નેમિનાથ ચૈત્યને ઉદ્ધાર કર્યો, તે પછી વરસાદથી પડેલા મઠ માંથી નીકળેલી એક પ્રશસ્તિ ઉપરથી આ હકીકત ઉતારી છે. ઉપર જણાવેલા ગ્રંથમાં જે કે વૃદ્ધવાદી કે સિદ્ધસેનના અસ્તિત્વ સમય વિશે સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી, છતાં આમાં આપેલાં વિક્રમાદિત્ય અને સિદ્ધસેનના વૃત્તાંત પરથી એમને વિક્રમાદિત્યના સમકાલીન માનવાનું સહજ લાગે છે. બીજી તરફ પૂર્વદેશાંત રાજા દેવપાલનું અને કામરૂપ (આસામ)ના રાજા વિજયવર્માનું વૃત્તાંત પણ આવે છે અને બંને રાજાઓને સિદ્ધસેનના સમકાલીન જણાવ્યા છે. જે ઉપરના સમય સાથે મેળમાં આવતું નથી. બંગાળમાં દેવપાલ નામે રાજા થયેલ છે પણ તેને સમય વિકમના દશમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે, અને વિજયવર્મા નામક રાજાને તે ઇતિહાસમાં પત્તો જ લાગતું નથી. છે. બીજી તરફ પરમ્પરા ગાથાઓમાં શ્રી સિદ્ધસેન દિવાકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust