________________ કલ્યાણમદિર સ્તોત્ર નમસ્કાર કર્યા નહિ. રાજાએ તેનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે “મારા પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા. આ દેવ મારા પ્રણામ સહન કરી શકે નહિ.” રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું. તેમણે આચાર્યજીને વંદન કરવા આગ્રહપૂર્વક કહ્યું. તેથી શ્રી સિદ્ધસેન દિવાકરે આ પ્રસ્તુત તેત્રની રચના કરીને સ્તુતિ કરવા માંડી. આ સ્તોત્રનું તેરમું પદ બલાતાં ધરણુ નામને નાગેન્દ્ર ત્યાં આવ્યું અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને, તેની નીચેથી તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ, તે જોઈને આચાર્યજીએ વિશેષ ભક્તિથી સ્તુતિ કરી. રાજાને કહ્યું, “અમારા પ્રણામ સહન કરે તે દેવ આ છે.” આ આશ્ચર્યથી રાજા આચાર્યજીના પરમ ભક્ત બન્યા અને જૈન ધર્મને સહાયક થયા. શ્રી સંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને આચાર્યજીને ફરીથી સંઘમાં લઈ લીધા. કાળાંતરે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિક્રમ રાજાની રજા લઈ ઉજજયિનિથી વિહાર કરી પ્રતિષ્ઠાનપુર ગયા. તેઓ જ્યારે ભરૂચ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કેટલાક શેવાળાને પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ઉપદેશ કર્યો. એ સાંભળી શેવાળે પ્રતિબંધ પામ્યા, અને પાછળથી તે સ્થળે લેકોએ “તાલાકરસ”એ નામનું ગામ વસાવ્યું. જે હજુ પણ જિન મંદિરથી શોભી રહ્યું છે. ત્યાર પછીથી આચાર્યજી ભરુચ ગયા. ત્યાં બલમિત્રના પુત્ર ધનંજય રાજા રાજ્ય કરતા હતા. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યજીને નગરપ્રવેશ કરાવ્યું. પરંતુ તે જ વખતે અન્ય શત્રુરાજા તેને ઉપર ચડી આવ્યુંઆથી આચાર્યજીએ સર્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust