________________ કલ્યાણમંદિર સ્તોત્ર “સિદ્ધસેન” એ પ્રથમનું જ નામ આપીને પિતાના ગચ્છના ઉત્તરાધિકારી બનાવ્યા. - એક વખત શ્રી સિદ્ધસેને પોતાની કવિત્વશક્તિથી વિકમ દિત્ય રાજાને ખુશી કર્યા. એના બદલામાં રાજાએ તેમને એક કરેડ સેનિયા આપવા માંડ્યા, પણ તેમણે તે દ્રવ્યને સ્વીકાર કર્યો નહિ, અને તે દ્રવ્યને ઉપગ ગરીબ શ્રાવકે તથા જિનમંદિરોનો ઉદ્ધાર કરાવવામાં . શ્રી સિદ્ધસેન એક વખત ચિતોડગઢ ગયા હતા ત્યાં તેમની નજરે વિચિત્ર સ્થંભ પડ્યો, જે ન પથ્થરને હતે, ન માટીને હતું કે ન લાકડાને હતો. આચાર્ય આથી એની બારીક તપાસ કરી તે તે સ્થંભ તેમને લેપમય લાગે. આથી તે સ્થંભને વિરુદ્ધ દ્રવ્યથી ઘસીને તેમાં એક છિદ્ર પાડયું, તે તે સ્થંભ પુસ્તકથી ભરેલો જણાય. આચાર્યો તેમાંથી એક પુસ્તક કાઢયું, અને તેનું એક પત્ર લઈને વાંચ્યું, એટલામાં તે કઈ અદષ્ટ દેવતાએ તેમના હાથમાંથી તે પત્ર અને પુસ્તક ઝૂંટવી લીધાં. પરંતુ તેમને તેમાંથી સુવર્ણ સિદ્ધિ યોગ અને સરસવમાંથી સુભટ (લડવૈયા). નિપજાવવાની વિધિ-આ બે ચીજો યાદ રહી ગઈ. પિતાને મળેલી આ સિદ્ધિને ઉપયોગ તેમણે પૂર્વ ન કર દેશના રાજા દેવપાલને શત્રુથી બચાવવામાં કર્યો હતા. જેના પરિણામે દેવપાલ રાજાએ શ્રી સિદ્ધસેનને “દિવાકર” એટલે કે “અંધકારમાં પ્રકાશ આપનાર એવા નૂતને વિશેષણથી 'નવાજ્યા ત્યારથી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને નામથી ઓળખાવા લાગ્યા. : 9 + 5 ... ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust