________________ કલ્યાણમંદિર સ્તંત્ર શ્રી દેવપાલ રાજનાં દાક્ષિણ્ય અને માનપાનમાં લેપાઈને શ્રી સિદ્ધસેન દિવાકર શિથિલાચારમાં પડી ગયા. તેમની આ પ્રમાદી અવસ્થાની ખબર તેમના ગુરુ શ્રી વૃદ્ધવાદીસૂરિ સુધી પહોંચી. ગુરુ વિહાર કરીને કમરપુર તેમની સમીપ આવ્યા. શ્રી સિદ્ધસેનને યુક્તિથી સમજાવી શિથિલાચારથી છોડાવ્યા. તે પછી શ્રી સિદ્ધસેનને ગચ્છનો ભાર ઑપી. શ્રી વૃદ્ધવાદીસૂરિએ પલકવાસ કર્યો. શ્રી સિદ્ધસેન દિવાકરે તે પછી મૂળ આગમ ગ્રંથે, કે જે પ્રાકૃત ભાષામાં રચાયેલા છે, તેને સંસ્કૃત ભાષામાં બદલી નાખવા વિચાર કર્યો અને તે કાર્ય પ્રારંવ્યું. પણ તેમના આ સંકલ્પથી શ્રમણ સંઘે એમને ઠપકે આપે, અને બાર વર્ષ પર્યત ગચ્છ તથા સાધુવેશ છેડી ચાલ્યા જવાને દંડ કર્યો. અને તેમને કહ્યું કે, “જે તમારાથી જૈન ધર્મની કઈ મોટી ઉન્નતિ થતી સંઘ જેશે તે બાર વર્ષની અંદર પણ તમને માફ કરીને સંઘમાં લઈ લેશે.” શ્રી સિદ્ધસેન દિવાકરે આ “પરાંચિત” નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું, અને ગછ છેડીને ગુપ્ત વેશમાં ચાલી નીકળ્યા. સાત વર્ષ સુધી આમતેમ ગુપ્તપણે ભ્રમણ કર્યા પછી, અવધૂત વેશે તેઓ ઉજયિનિ નગરીમાં ગયા. કવિતાથી વિકમ રાજાનું મનરંજન કરીને, તેની સભાના પંડિત થઈને રહ્યા. એક વખત આચાર્યજી પંડિતરૂપે, વિક્રમાદિત્ય રાજાની સાથે કુંડગેશ્વર નામના શિવાલયમાં ગયા, પણ ત્યાં શિવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust