Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(ર) અસ્થિતકલ્પ !
પ્રથમ તીર્થંકરના સમયમાં લેકે પણ સરલ હતાં અને તેમના નેતાઓ-ગુરૂ અાદિમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્તાં હતાં, તેમજ “નેતા’ ની આજ્ઞાનુસાર ચાલવામાં શિસ્તબદ્ધ હતા, નેતા’ ની આજ્ઞામાં જરા પણ શંકા લાવતા નહિં, તેમજ તેમના હુકમને ભલત-મનગમત અર્થ પણ કરી શકતા નહિં, અને તેમ કરવામાં તેઓ મહાન પાપ ગણુતા, તેથી તેઓને શાસ્ત્રકારોએ “જીજડી બુદ્ધિના કહ્યાં છે. તે અનુસાર તે વખતમાં સમયને ઓલખી ભગવાન આદિનાથે તે વખતની “સમાચારી” સાધુ-સાધ્વીઓ માટે ઘડી કાઢી હતી. આ સમાચારીને ‘સ્થિતકલ્પકહેવામાં આવે છે. આવી સુંદર રીતે સમાચારી ઘડાએલ હતી, છતાં તે “સમાચારી નું જ્ઞાન તે વખતના સાધુજનોને વારંવાર સમજાવું પડતું હતું, કારણ કે તે સાધુ-સાધ્વીઓ અત્યંત સરલ અને ભદ્રિક પ્રકૃતિના હોવાને કારણે “શબ્દાર્થ જ પકડતા, અને તે “શબ્દાર્થ ને વિસ્તૃત અર્થ નહિ સમજવાને કારણે તેઓ ભૂલે કરી વેસતાં ને તે ભૂલો આચાર્ય ભગવાન લઘુભાવે સુધારતાં.
આ પંચમ કાલમાં સાધુ પરૂ માટે ભગવાન આચાર્યોએ કાલાનુસાર ગ્યાયેગ્યતા ને વિચાર કરી સમાચારી” ને શબ્દાર્થ અને ભાવાર્થ વિસ્તૃત રીતે કર્યો છે, કેઈપણ પ્રકારની શંકાને સ્થાન આપ્યું જ નથી, છતાં આજકાલના સાધુઓએ તે શબ્દાર્થ અને ભાવાર્થ અને પિતાને મનગમતે અર્થ કરી “સમાચારી” ને ડહોળી નાખી છે તેથીજ આકાલના લેકને ભગવાને “વકજડ” કહ્યાં છે. ભગવાને કેવલ સાધુ-સાધ્વીઓ માટે કહ્યું નથી, શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ કહેવામાં આવ્યું છે, સાધુના પેટામાં શ્રાવકો પણ આવી જાય છે ને
ગૃહસ્થી” ની “સમાચાર ન્યાયનીતિપૂર્ણ હેવી જોઈએ એ અર્થ વાચકેએ જરૂર તારવી લે. વધારે સમજાવટ માટે ભગવાન શાસ્ત્રકારોએ જડ અને વક્રજાના ઉદાહરણે નીચે આપ્યા છે તે ઉપરથી તે સમયના લોકેનું માનસ બહુજ સુંદર રીતે જાણી શકાય છે.
અજાજડન દૃષ્ટાંતઃ—આદિનાથ ભગવાનના સમયની આ વાત છે. તે કાલમાં કોઈ એક શિષ્ય આવશ્યક કાર્ય માટે બહાર ગયે ને ઘણવખત વ્યતીત થયાં પછી પાછે કે, ગુરૂ મહારાજે તેને પ્રશ્ન પૂછી વિલંબનું કારણ જણાવવા કહ્યું. શિષ્ય જવાબમાં કહ્યું કે રસ્તા પર ચાલતાં કેઈ એક નટનું નૃત્ય દેખવામાં રોકાય. ગુરૂ મહારાજે તેને સમજાવ્યું કે નટનું નૃત્ય જેવાથી આપણા મનમાં અનેક વિકારો ઉત્પન્ન થાય છે, તેને લીધે આત્મશાંતિ ડળી જાય છે, આપણે આત્મશાંતિ માટે આટલી આટલી જહેમત ઉઠાવીએ છીએ, આત્મશાંતિ માટે ઘણા કાળ સુધી સંસારમાંથી છૂટા થઈ એકાંત અવસ્થા ભેગવીએ છીએ, મહામૂલ્ય મેળવેલી શાંતિ ક્ષણ એકના વિકારી ભાવથી નષ્ટ થઈ જાય છે, આ મહાન બેટને ધંધે શા માટે કરવો જોઈએ? શિષ્ય સરલબુદ્ધિના હોવાને કારણે ફરીથી તેવું કાર્ય નહિ કરવાને નિશ્ચયરૂપે પ્રાયશ્ચિત્ત લઈ આત્માને વિશુદ્ધ કર્યો.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧