Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે કોઇ વ્યક્તિ સાધુને માટે ઉપાશ્રય ભાડે લે, અગર કઈ જગ્યાનું ભાડું નક્કી કરે છે તે જગ્યા સાધુને કપે નહિ. “ઉપાશ્રય' સમાજને હોવાથી સમાજની કઈ પણ વ્યક્તિ તે ઉપાશ્રયનો માલિક ગણાય માટે સાધુ સાધ્વી સમાજના કઈ પણ એક માણસની રજા લઈ તે ઉપાશ્રયમાં ઉતરી શકે છે.
ચાતર-પિંડના ચાર ભાગ છે (૧) એક જ જગ્યાએ રાંધવું અને જમવું (૨) એક જગ્યાએ રાંધવું અને બીજી જગ્યાએ જમવું. (૩) જુદી જુદી જગ્યાએ રાંધવું અને વધુ રાંધણ એક જ જગ્યાએ લાવી ત્યાં જમવું (૪) અલગ-અલગ જગ્યાએ રાંધવું અને અલગ-અલગ જગ્યાએ જમવું, આ ચાર ભાંગામાંથી બીજે અને ચોથે ભાંગે ગ્રહણ કરવા ગ્ય છે, કારણ કે આ બે ભાંગામાં “ શયાતર” નો હક્ક તે આહાર ઉપરથી ઉઠી જાય છે. અને તે આહાર બીજાની માલીકીને બને છે, તેથી એ આહારને માલીક શયાતર કરતો નથી, પણ બીજી વ્યક્તિ તેને માલીક બનવાથી તે આહાર સાધુને આપી શકે છે, અને સાધુ તે લઈ શકે છે, એમાં કઈ બાધ આવતે નથી, કારણ કે ભોજન એક જગ્યાએ બન્યા પછી તે ભોજનના ભાગ પાડે છે અને ભાગ લેનાર માણસ સાધુને વહેરાવી શકે છે. આ બીજા ભાગનો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ચે ભાંગે ઘણું જ સ્પષ્ટ છે, કારણ કે અલગ અલગ રાંધવું અને અલગ અલગ જમવું તેમાં શય્યાતરનો હિસ્સો પહેલેથી જ વહેચાઈ જાય છે. માટે બીજા ભાંગાને અને ચોથા ભાંગાને યોગ્ય આહાર સાધુ-સાધ્વી લઈ શકે છે. (સૂ૦૪)
રાજપિડ ગ્રહણ નિષેધ
ચોથાક૫–રાજપિંડનું વર્ણન કરવામાં આવે છે- જો પૂરૂ' ઇત્યાદિ. મૂલનો અર્થ–સાધુ-સાધ્વીઓને “રાજપિંડ” લેવો અને ભોગવે કપે નહિ (૫)
ટીકાનો અર્થ–રાજપિંડના છ પ્રકાર છે (૧) અશન, (૨) પાન, (૩) ખાદ્ય, (૪) સ્વાઘ (૫) વસ્ત્ર અને (૬) કાંબલ તાત્પર્ય એ છે કે આ બધી વસ્તુઓ ખાસ રાજાના ઉપભોગમાં આવવાવાલી નહિં ક૯પે. (સૂ૦૫)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૫