Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂળને અર્થ–' f સઘળ' ઇત્યાદિ. ત્યાર પછી ગાઢ વનનું નિરીક્ષણ કરતાં કરતાં બમ્પર થઈ ગઈ. નયસારને ભૂખ સતાવી રહી. બળતી આગની પેઠે પ્રચંડ સૂર્ય તેજથી તપી રહ્યો હતે. એવે સમયે વનભૂમિમાં અહીં-તહીં ફરતાં ફરતાં નયસારને સુભાગ્યે એક મુનિ દૃષ્ટિએ પડયા. તે તપ તપી રહ્યા હતાં. તપસ્યાની દીપ્તિથી અગ્નિની પેઠે તે દેદીપ્યમાન હતાં. સાગરની પેઠે ગંભીર હતા. કમળની પાંદડીઓની પેઠે નિલેપ હતા. ચંદ્રમાં જેવી સૌમ્યકાન્તિવાળા હતા. પ્રવીની જેમ સહનશીલ હતા. સૂર્યની પેઠે ત૫–તેજથી ભાસમાન હતા. ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપ ઈધણને બાળી રહ્યા હતા. કાચબાની પેઠે ઈદ્રિયોનું ગેપન કરનારા હતા. સ્ફટિકરત્નના જેવા વિશુદ્ધ, આસવથી રહિત અને નિર્મળ હતા. મંડપના આકારના શીતળ વૃક્ષની હેઠળ તે વિરાજમાન હતા. પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન હતા. મુનિજનેમાં ઉત્તમ હતા. કલ્યાણકારી જિનધમને સૂચિત કરનારી દોરા સાથેની મુખત્રિકાને મુખપર એવી રીતે ધારણ કરી હતી કે જેમ ચંદ્રમા ચાંદનીને ધારણ કરે છે. આત્માથી કર્મોના સંચયને દૂર કરવામાં તત્પર હતા. એમનું વદન શરદૂ-ઋતુના ચંદ્રમાની પેઠે પ્રસન્ન હતું. શ્વેતવસ્ત્રો પહેર્યા હતાં. જ્ઞાનના નિધાન હતા, પરંતુ અકિંચન-અપરિગ્રહ હતા. (સૂ૦૫)
ટીકાનો અર્થ–ગાઢ વનની દેખરેખ કરતાં અને ભૂખથી પીડાતા નયસારને વનમાં જ મધ્યાહન થઈ ગયો. એ વખતે અતિતીવ્ર કિરણોવાળે સૂય, ભભૂકતી આગની પેઠે ઉગ્ર તેજથી તપવા લાગ્યા. એ સમયે વનના વિષમ પ્રદેશમાં આમ-તેમ ભ્રમણ કરતા નયસારને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી એક મુનિ નજરે પડયા. એ મુનિ કેવા હતા, તે કહે છેઃ-તે તપસ્યા કરી રહ્યા હતા. તપના તેજથી તે અગ્નિ સમા દેદીપ્યમાન હતા. સમુદ્ર જેવા ગંભીર હતા. કમળપત્ર જેવા નિર્લેપ હતા, અર્થાત્ જેમ કમળની પાંદડીઓને પાણું કે કીચડનો સ્પર્શ થતો નથી, તેમ તે મુનિ કષાયાદિ વિકારોથી અસ્કૃષ્ટ-નહિ સ્પર્શાવેલા હતા. ચંદ્રમા જેવી શીતલ કાન્તિથી સુશોભિત હતા. પૃથ્વીની પેઠે બધા પરીષહ અને ઉપસર્ગો સહન કરનારા હતા. સૂર્યની પેઠે તપસ્યાના તેજથી દીપ્ત હતા. ધ્યાનરૂપી અગ્નિથી કમરૂપી ઈંધણને ભસ્મીભૂત કરવામાં મંડયા હતા. કાચબાની પેઠે ઈદ્રિયોને ગોપવીને સ્વવશ કરનારે હતા. સ્ફટિકરત્ન જેવું નિર્મળ હદય ધરાવનારા હતા. આસવ તથા કષાય-મલથી વર્જિત હતા. મંડપના આકારના વૃક્ષની ઠંડી છાયામાં તે વિરાજ્યા હતા. પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન અને મુનિઓમાં શ્રેષ્ઠ હતા. જિનેન્દ્રોના ધર્મમાં જે સ્વસ્તિ અર્થાતુ કલ્યાણ છે એને સૂચિત કરનારી
થેની મુખવસ્ત્રિકાને મુખ પર એ પ્રકારે ધારણ કરી રહ્યા હતા કે જેમ ચંદ્રમા ચાંદનીને ધારણ કરે છે. ચાંદની શ્વેત અને મુખવસ્ત્રિકા પણ વેત હોય છે, તેથી બેઉમાં સમાનતા છે. એ મુનિ કર્મ સમૂહને ક્ષીણ કરવામાં તત્પર હતા. એમનું મુખ શરદના ચંદ્ર પેઠે નિર્મળ હતું. વેત વસ્ત્ર પહેર્યા હતાં. જ્ઞાનના નિધાન અને પરિગ્રહ રહિત હતા.
મલને અર્થ–“ ” ઈત્યાદિ. મુનિરાજને જોયા પછી ઉદાર વંદનાની વિધિને જાણનાર, અને જેણે પિતાના પાંચે અંગેને પૃથ્વી ઉપર ટકાવી દીધાં છે એવા નયસારે ગુણ સમૂહના ધારક તે મુનિવરને ઉદાર ભાવથી વદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને ભવિષ્યમાં થનાર કલ્યાણના ભાગી તે નયસાર, નિદર્શનના આનંદથી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૫૦