Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ રહ્યાને બે માસ પસાર થઈ ગયા. ત્રીજો માસ ચાલતો હતો ત્યારે દેહદના કાળના અવસરે તેમને આ પ્રકારનો દેહદ ઉત્પન્ન થયે. તે દેહદ કે હતો તે બતાવે છે–તે માતાએ ધન્ય-ભાગ્યશાળી છે, સપુન્ય-પુન્યશાળી છે, કૃતાર્થ-જેનું જન્માન્તરનું ઈષ્ટસિદ્ધિરૂપ પ્રયોજન સિદ્ધ થયું હોય એવી છે, પૂર્વભવમાં ઉપાર્જિત પુન્યવાળી છે, તેમણે પુન્યરેખા અને જીવનરેખા આદિ સફળ કરેલ છે, અથવા તેમની જીવન આદિ ફળને સૂચિત કરનારી રેખાઓ સ્વયં સફળ થઈ છે. સુપાત્રદાન આદિ શુભ કાર્ય કરવાથી પ્રાપ્ત થયેલ અશ્વર્ય અને સંપત્તિ આદિને તેમણે સફળ બનાવેલ છે, તેથી મનુષ્યજન્મ અને મનુષ્યજીવનનાં ફળને સારી રીતે પ્રાપ્ત કર્યું છે, જે મુખ પર દેરા સાથેની મુહપત્તી બાંધીને તથા હાથમાં પૂજણી લઈને એવા પ્રકારના એટલે કે મુખ પર દોરા સહિતની મહત્તી બાંધનાર, અને રજોહરણ તથા પાત્રને ધારણ કરનાર શ્રમણાની પાસે પિતાના પતિની સાથે અહત દ્વારા પ્રરૂપિત ધમને સાંભળે છે. અને વખતે વિધિપૂર્વક સામાયિક-પ્રતિક્રમણ કરે છે, અને અન્ન તથા વસ્ત્ર આદિ વડે સાધમ લોકોની સેવા કરે છે. જે એવા પ્રકારના એટલે કે- દોરા સહિત મુહપત્તી ધારણ કરનાર, રજોહરણ આદિ ઉપકરણવાળા શ્રમણ નિર્ચ ને ચાર પ્રકારના નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ દઈને પિતાના દેહદો પૂરા કરે છે. દરરોજ સામાન્ય રૂપે ધર્મકૃત્ય કરનારી, હું પણ જે રાજા સિદ્ધાર્થની સાથે એ જ વિશિષ્ટ રીતે મારા દોહદો પૂરા કર્યું તે કેટલું સારૂં?
આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયા પછી, સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીના તે દેહદને એ જ પ્રમાણે પૂર્ણ કર્યો. એટલું જ નહીં, પણ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના અહંદૂગુણગાન, સિદ્ધગુણગાન, પ્રવચનગુણગાન આદિ વીસ સ્થાનકોમાં ઉત્પન્ન થયેલ બધા દેહદોને વારંવાર પૂર્ણ કર્યો. કયે દેહદ કેવી રીતે પૂરો કર્યો તે વાત પિતાની બુદ્ધિથી સમજી લેવી જોઈએ. પૂર્વોકત રીતે દોહદ પૂર્ણ થતાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિનીતદેહદા થયાં એટલે કે તેના દોહદો પૂરાં થઈ ગયાં. તેથી તે સંપૂર્ણ દેહદા થઈ ગયાં એટલે કે તેના દોહદ સારી રીતે પૂરાં થઈ ગયાં. ત્યારે તે પરિપૂર્ણ–દોહદા થઈ ગયાં, કારણ કે તેના દેહદોની પૂર્તિ બધી રીતે થઈ ગઈ હતી. વળી તે વિછિન્નદોહદા થઈ ગયાં, કારણ કે દોહદોની પૂર્તિમાં કોઈ ઉણપ ન રહેવાને કારણે તેને તે વિષેની કઈ અભિલાષા રહી નહીં. તે સત્કારિતદોહદા થઈ ગયા, કારણ કે તેના દેહદોને સ્વીકાર રાજાએ મધુર વચનથી કર્યો અને આદર–પ્રેમ સાથે તેની પૂર્તિ કરી તથા તે સંમાનિતદોહદા થઈ ગયાં, કારણ કે રાજાએ તેને ઇચ્છિત વસ્તુ આપી.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૬૬