Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 179
________________ હે રાજન! રાષ્ટ્ર (દેશ)નો લાભ થશે. હે રાજન! પુત્રનો લાભ થશે. “આ રીતે ત્રિશલા દેવી નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં કુળને કેતુ (પતાકારૂપ,) કુળને દીપક, કુળને માટે પર્વત જેવા, કુળનું ભૂષણ, કુળતિલક, કુળકીર્તિકર, કુળવૃત્તિ (કુળમર્યાદા કર, કુળદિકર (કુળમાં આનંદ કરનાર), કુળયશકર, કુળસૂર્ય, કુળાધાર, કુળપાદપ, કુળની વંશપરમ્પરાની વૃદ્ધિ કરનાર, સુકોમળ હાથ-પગવાળા, હીનતારહિત પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળા, લક્ષણ, વ્યંજન અને ગુણોવાળા, માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત સર્વાંગસુન્દર શરીરવાળા, ચન્દ્રમાના જેવા સૌમ્ય સ્વરૂપવાળા, કાન્ત, દેખવામાં પ્રિય, અને સુંદર રૂપવાળા બાળકનો જન્મ આપશે. ( આ બધા શબ્દની વ્યાખ્યા એ જ શાસ્ત્રનાં મહાવીર ભવકથાના નવમાં સૂત્રમાં કહેલ છે ત્યાં જઈ લેવી). તે બાળક બાલ્યાવસ્થા પસાર થતાં, પરિપકવવિજ્ઞાનયુકત થઈને યુવાવસ્થાએ પહોંચીને પરાક્રમી, શત્રુમક અને અજેયપરાક્રમવાળે થશે. તેની સેના અને હાથી-ઘોડા આદિ વાહન બધી દિશાઓમાં ફેલાશે. તે સાવભૌમ રાજાધિરાજ-ચકવતી થશે, અથવા સધળી ઇન્દ્રિયનો વિજેતા, ત્રણ લોકો નાથ, શ્રેષ્ઠ, ધમચક્રવતી થશે. તેથી હે દેવાનુપ્રિય! ત્રિશલાદેવીએ નક્કી જ ઉદાર સ્વપ્ન જોયાં છે. નક્કી જ ધન્ય સ્વપ્ન જોયાં છે. અવશ્ય મંગલકારી સ્વનો જોયાં છે.” સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠકે પાસેથી આ અર્થ સાંભળીને અને હદયમાં ધારણ કરીને હર્ષ તથા સંતોષ પામ્યા. તેમનું ચિત્ત પ્રસન્ન થયું. હર્ષથી હદયની કળી કળી ખીલી ઊઠી. તેમણે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! વાત એવી જ છે. એટલે કે સ્વપનનું એ જ ફળ મળવાનું છે.” આમ કહીને રાજાએ સ્વપ્ન પાઠકનાં વચન પર વિશ્વાસ પ્રગટ કર્યો. એ જ વાતને સ્પષ્ટ કરે છે–“હે દેવાનુપ્રિયો! આપ જે કહો છે તે સત્ય છે. જેવું ફળ આપ બતાવે છે તેવું જ ફળ પ્રાપ્ત થશે.” આ રીતે અન્વય (વિધિ) રૂપથી સ્વપ્ન પાઠકનાં કથનની સત્યતા બતાવી. એ જ વાત વ્યતિરેક (નિષેધ) રૂપથી કહે છે-“હે દેવાનુપ્રિયે આપે કહેલ સ્વપ્નફળ અસત્ય નથી, પણ સત્ય જ છે. હે દેવાનુપ્રિયે ! આપનું કથન શંકા વિનાનું છે. હે દેવાનુપ્રિયો ! આ સ્વપ્ન ફળ અમારે માટે ઈષ્ટ છે. હે દેવાનુપ્રિયા ! આ સ્વપ્નફળ ઘણું જ ઈષ્ટ છે.” અત્યંત આદર દર્શાવવા કહે છે—“હે દેવાનુપ્રિયે! આ સ્વપ્નફળ સર્વથા ઈષ્ટ જ છે. આ સ્વપ્નફળની વાત જે પ્રમાણે આપે કહી તે પ્રમાણે યથાર્થ છે.” આમ કહીને રાજા સિદ્ધાર્થે સ્વપ્ન પાઠકનાં કથનને સારી રીતે સ્વીકાર કર્યો અને સ્વપ્નલક્ષણ પાઠકે વિપુળ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારથી તથા વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારથી સત્કાર કર્યો. આદરપૂર્ણ વચનો કહીને સન્માન કર્યું. જીવનનિર્વાહને યોગ્ય ઘણું જ પ્રીતિદાન કર્યું. ત્યાર બાદ સ્વપ્ન પાઠકને વિદાય કર્યા. (સૂ૦ ૫૦) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૪.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188