Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 177
________________ સિદ્ધાર્થકૃતઃ સ્વપ્નપાઠકાનાં સત્કારઃ । સ્વપ્નપાઠક કૃતસ્વપ્નફલનિવેદનં, વસ્ત્રાદિપ્રદાનેન રાજકૃતઃ સ્વપ્ન પાઠક સત્કારઃ । મૂળના અથ—“તુ નં લે સિત્થ” ઇત્યાદિ. ત્યાર બાદ રાજા સિદ્ધાર્થે પર્દાની આડમાં ત્રિશલાદેવીને બેસાડયાં. પછી હાથમાં સુવર્ણ, રજત આદિ માંગલિક વસ્તુઓ લઈને અત્યંત વિનયની સાથે તે સ્વપ્નપાઠકાને આ પ્રમાણે કહ્યું—હે દેવાનુપ્રિયે ! આજ તે (પૂર્વ વર્ણિત ) શય્યા પર, મધ્યરાત્રે, સુપ્તજાગરા-થાડી ઊંઘતી અને થાડી જાગતી એવી ત્રિશલાદેવીએ, ગજ, વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્ના જોયાં છે. તા હૈ દેવાનુપ્રિયે ! તે ઉદાર, ધન્ય, માંગલિક, સશ્રીક મહાસ્વપ્નાનું વિશેષ ફળ શુ હશે? ત્યારે તે સ્વપ્નપાઠકા સિદ્ધાર્થ રાજાની પાસેથી આ અને સાંભળીને હર્ષોં તથા સ ંતેષ પામ્યા. તેમણે તે મહાસ્વપ્નને સારી રીતે હૃદયમાં ધારણ કર્યાં. તેમને વિષે વિચાર કર્યો. અંદરોઅંદર મળીને નિર્ષીય કર્યો. ત્યારે તે સ્વપ્નપાઠકે તે ચૌદ મહાસ્વપ્નાના અથ પામી ગયા, ગ્રહણ કર્યાં, તેમણે એકબીજાને અ પૂછી લીધે, પૂર્ણ રીતે નક્કી કરી લીધા, ઊંડાઈથી સમજી લીધે. ત્યાર ખાદ તેઓ રાજા સિદ્ધાર્થીની સામે સ્વપ્નશાસ્ત્રોના પાઠોનું ઉચ્ચારણ કરી કરીને આ પ્રમાણે ખાલ્યા— હે રાજન! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ખાતેર પ્રકારનાં સ્વપ્ના માંથી ત્રીસ મહાસ્વપ્ના બતાવ્યાં છે. હે મહારાજા ! અહન્તની માતાએ તથા ચક્રવર્તીની માતા, જ્યારે અન્ત અને ચક્રવતી ગરૃમાં આવે છે, ત્યારે એ ત્રીસ મહાસ્વપ્નામાંથી ગજ, વૃષભ આદિનાં એ ચૌદ મહાસ્વપ્ના જોઈને જાગે છે. તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલાદેવીએ તે ચૌદ શુભ મહાસ્વપ્ન જોયાં છે. આ પ્રમાણે માંગલિક, ધન્ય, સશ્રીક તથા આરોગ્ય, સ ંતાષ દીર્ઘાયુ, કલ્યાણુ અને મગળ કરનારાં મહાસ્વપ્ના જોયાં છે. હે મહારાજા ! તે સ્વપ્ના જોવાને કારણે ધનના લાભ થશે, ભેગના લાભ થશે, સુખના લાભ થશે, રાજ્યના લાભ થશે, રાષ્ટ્રના લાભ થશે, અને હે રાજન! પુત્રનેા પણ લાભ થશે. ત્રિશલાદેવી પૂરા નવ માસ અને સાડા સાત અહારાત્ર (દિવસ-રાત્ર) પસાર થતાં, કુળપતાકા, કુળદીપક, કુળશૈલ, કુળનાં આભૂષણ, કુળતિલક, કુળની કીતિ વધારનાર, કુળની વૃત્તિમર્યાદા વધારનાર, કુળમાં આનંદ ઉત્પન્ન કરનાર, કુળના યશ ફેલાવનાર, કુળને માટે સૂર્ય સમાન, કુળના આધાર, કુળને માટે તરુ સમાન, કુળની વેલ વધારનાર, સુકુમાર હાથ-પગવાળા, હીનતારહિત પૂરી પાંચે ઇન્દ્રિયેથી યુક્ત શરીરવાળા, લક્ષણા અને વ્યંજનેાના ગુણાવાળા અથવા લક્ષણા (શુભ રેખાઓ) વ્યંજના (મસ, તલ આદિ) તથા ગુણ્ણા (ઉદારતા આદિ) વાળા, માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત, મનેાહર ગોપાંગથી સુંદર શરીરવાળા ચન્દ્રમાના જેવા સૌમ્ય સ્વરૂપવાળા, કમનીય, પ્રિયદર્શન અને સુંદર રૂપથી સંપન્ન પુત્રને જન્મ આપશે. તે બાળક બાલ્યાવસ્થા પસાર કરીને વિજ્ઞાનયુક્ત થઇને અને યૌવનને પામીને શૂ, વીર, પરાક્રમી, વિશાળ તથા વિપુલ ખળ અને વાહનાવાળા અને ચારે દિશાઓના અન્ત સુધી શાસન કરનાર ચક્રવતી રાધિરાજ થશે, અથવા ત્રણ લેાકના નાયક ધર્મ વરચાતુરન્તચક્રવતી જિન થશે. તે હે દેવાનુપ્રિય! ત્રિશલાદેવીએ નક્કી જ ઉદાર, નક્કી જ ધન્ય અને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૨

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188