Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 186
________________ થવા લાગી. તે જ પ્રકારે, આ કુલમાં, સાનુ, ધન, ધાન્ય, વૈભવ, એશ્વ, ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સત્કાર, સન્માન, પુરસ્કાર, રાજ્ય, રાષ્ટ્ર, ખળ, સેના, વાહન, ખજાના, અન્નભ’ડાર, નગર, અંતઃપુર, જનપદ, યશ, કીર્તિ અને વગેરેની વૃદ્ધિ થઇ ગઇ. સામાન્ય ધનની વૃદ્ધિ ઉપરાંત, ઉચ્ચ કેટિના દ્રવ્યનેા પણ વધારા થતા જોવામાં આવ્યે. આ ઉચ્ચ કેટિનું દ્રવ્ય જેવુ કે, રત્ન, મણિ, મેતી, શંખ પરવાળ શિલા, લીલમ, હીરા, માણેક, વૈ રત્ન, લેાહિતાક્ષરન વગેરે. મનમાં માતાપિતાને વિચાર સ્ફુરી આન્યા કે આ બાળક ગર્ભ માં આવતાં જ ધનના ઢગલા થવા માંડયા, દુશ્મના શરણે આવવા લાગ્યા, સાનુ-ચાંદી-રત્નાના અંબાર ખડકાવા મંડયા, રાજ્ય અને રાષ્ટ્ર અસીમપણે વધતાં ચાલ્યાં, માનસિક વિચારા ધાર્મિક અને આધ્યાત્મિક થવા લાગ્યા, મનમાંથી વિકારા જતાં સુવિચારોની હારમાળા આવવા લાગી, માટે આ બાળકના જન્મ વખતે, તેનું નામ ૮ વમાન ’ રાખવું યાગ્ય છે. આ વિચાર વારંવાર સ્ફુરી આવતાં, તેણે મનમાં ઘર કર્યું, નિશ્ચિત સ્વરૂપ પકડયું, તેના પર વિચારણા ચાલી, મનેામંથન થવા લાગ્યું તે ઉપરનું નામ રાખવા દૃઢ અને પાકો નિશ્ચય થયેા. આ ‘વધુમાન' નામ અનુરૂપ, ગુણયુક્ત, ગુણનિષ્પન્ન હોવાથી, આ જ વિચાર આદરણીય છે એમ રાજા-રાણીએ નક્કી કર્યું”. (સૂ૦ ૫૩) ટીકાના અં—ન્ન રŕ' ઈત્યાદિ. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરનું સ’હરણ થયું, એટલે કે હરિગમેષી દેવ તેમને જ્ઞાતકુળમાં લાવ્યા, તે જ રાત્રિથી જ્ઞાતકુળમાં ચાંદીની વૃદ્ધિ થવા લાગી, સુવર્ણની વૃદ્ધિ થવા લાગી, ધન (ગાય, ઘેાડા, હાથી) ની વૃદ્ધિ થવા લાગી, ધાન્ય શાલિ, (સાડી) ત્રીહિ આદિની વૃદ્ધિ થવા લાગી,વૈભવ-આનંદની વૃદ્ધિ થવા લાગી, ઐશ્વ.ધન-જનના આધિપત્ય)ની વૃદ્ધિ થવા લાગી, ઋદ્ધિ સંપત્તિની વૃદ્ધિ થવા લાગી, સિદ્ધિ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિની વૃદ્ધિ થવા લાગી, સમૃદ્ધિ—વધતી જતી સ`પત્તિની વૃદ્ધિ થવા લાગી, સત્કાર (મનુષ્યાએ ઊઠીને માન આપવું)ની વૃદ્ધિ થવા લાગી, સન્માન (બેસવાને આસન આદિ દેવુ) ની વૃદ્ધિ થવા લાગી, પુરસ્કાર (બધાં કામેામાં આગેવાન બનાવવા) ની વૃદ્ધિ થવા લાગી, રાજ્ય-શાસનની વૃદ્ધિ થવા લાગી, રાષ્ટ્ર-જનપદની વૃદ્ધિ થવા લાગી, સેનાની વૃદ્ધિ થવા લાગી, રથ આદિ સવારીઓની વૃદ્ધિ થવા લાગી, કોષ-ભંડાર ની વૃદ્ધિ થવા લાગી, ધાન્યના ભડારોની વૃદ્ધિ થવા લાગી, નગર આદિની વૃદ્ધિ થવા લાગી, અન્તઃપુરના પરિવારની વૃદ્ધિ થવા લાગી, જનપદ (દેશની પ્રાપ્તિ)ની વૃદ્ધિ થવા લાગી, યશવાદની એટલે કે “અહા આ કુળ કેવુ' પુન્યભાગી છે” આ પ્રમાણે એક દિશામાં ફેલાનાર સાધુવાદની વૃદ્ધિ થવા લાગી, કીર્તિવાદની એટલે કે સČદિશાવ્યાપી પ્રશંસાની વૃદ્ધિ થવા લાગી. સ્તુતિવાદ એટલે કે ગુણુકીનની વૃદ્ધિ થવા લાગી, તથા વિપુલ ગાય આદિ ધનની વૃદ્ધિ થવા લાગી, સુવણું (ઘડેલ અને ઘડયા વિનાનું સેાતું) ની વૃદ્ધિ થવા લાગી, કકેતન આદિ રત્નાની વૃદ્ધિ થવા લાગી, ચન્દ્રકાન્ત આદિ મણુિઓની વૃદ્ધિ થવા લાગી, મેાતીએની વૃદ્ધિ થવા લાગી, દક્ષિણાવર્ત્ત શંખ ની વૃદ્ધિ થવા લાગી, શિલાએ (સ્ફટિકાદિ શિલાએ)ની વૃદ્ધિ થવા લાગી, મૂગા (પરવાળા)ની વૃદ્ધિ થવા લાગી, લાલેા (લાલ રંગનાં રત્ના)ની વૃદ્ધિ થવા લાગી, તથા આદિ શબ્દથી ખાંડ, વસ્ત્ર, કબલ આદિની વૃદ્ધિ થવા લાગી, તથા સત્ એટલે કે વાસ્તવમાં જ વિદ્યમાન છે, ઇન્દ્રજાળ-સંબ'ધી વસ્તુઓની જેમ કાલ્પનિક નથી એવી ઉત્તમ વસ્તુઓની વૃદ્ધિ થવા લાગી, તથા પ્રીતિ એટલે કે માનસિક સતાષની અને વસ્ત્રાદિ દ્વારા સ્વજનકૃત સત્કારની વૃદ્ધિ થવા લાગી. આ કારણે શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતાને આ પ્રકારના આધ્યાત્મિક એટલે કે અંકુરના જેવે આંતરિક વિચાર, પછી ચિન્તિત એટલે કે એ પાન જેમાંથી ફૂટી નીકળ્યા હોય એવા અંકુરના જેવા ફ્રી ફ્રીને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૭૧

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188