Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 187
________________ સ્મરણરૂપ વિચાર, વળી કપ્તિ એટલે કે પલવિના જેવો “આમ કરશું” આ પ્રકારને વ્યવસ્થાપૂર્વક કાર્ય–પરિણત કરવા લાયક વિચાર, પ્રાથિત એટલે કે વિકસિતના જેમ ઈષ્ટરૂપમાં સ્વીકૃત વિચાર, મનોગત–મનમાં દઢતાથી રહેલ વિચાર, તથા સંક૯૫ એટલે કે ફલિતની જેમ “એવું જ મારે કરવું જોઈએ” એ નિશ્ચિત વિચાર ઉત્પન્ન થયે, કે જે દિવસે અમારે બાળક ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો છે, ત્યારથી શરૂ કરીને અમે હિરણ્યની યાવત્ પ્રીતિ અને સત્કારની પ્રાપ્તિમાં ખૂબ-ખૂબ વધારે પામી રહ્યાં છીએ. અહીં વાત શબ્દથી સુવર્ણ, ધન, ધાન્ય, વૈભવ, ઐશ્વર્ય, ઋદ્ધિ, સિદ્ધિ, સત્કાર, સમ્માન, પુરસ્કાર, બળ, વાહન, કેષ, ધાન્યભંડાર, પુર, અંતઃપુર, જનપદ, યશવાદ, કીર્તિવાદ, સ્તુતિવાદ, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મેતી, શંખ, પરવાળા, લાલ, તથા વિદ્યમાન ઉત્તમ દ્રવ્યને ગ્રહણ કરવાનું છે. એટલે કે આ બધામાં વૃદ્ધિ પામ્યા છીએ. તેથી જ્યારે આપણા આ બાળક જન્મ લેશે, ત્યારે આપણે તેનું આ વૃદ્ધિને અનુરૂપ, ગુણમય અને ગુણનિષ્પન્ન “વર્ધમાન” નામ રાખશુ. (સૂ૦૫૩). ભગવતો જન્મા. મૂળને અર્થ– સૈf ' ઇત્યાદિ. તે કાલ અને તે સમયે, ગર્ભના નવ મહિના અને સાડી સાત અહોરાત્રિ પૂરેપૂરી વ્યતીત થઈ. તે વખતે ગીષ્મ ઋતુ ચાલતી હતી. તેને પ્રથમ માસ ફાગણ પૂરો થયો હતો. બીજો માસ ચિત્ર બેઠો હતો ને તેના શુકલપક્ષ વીતતો હતો. આ ચૈત્ર માસના શુકલ પક્ષના તેરમા દિવસે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ સાતે ગ્રહ ઉચ્ચ સ્થાને આવ્યા હતા. ચન્દ્રમાને યોગ પ્રધાનપણે વરતતે હતે. દશે દિશા નિર્મળ અને ઉજજવળ બની રહી હતી. સર્વ શુકને શુભ અને જયવંત હતાં. પ્રદક્ષિણાક્રમ પ્રમાણે અનુકૂળ વાયુ, પૃથ્વી પર, મંદ મંદ વહી રહ્યો હતો. તે વખતે, પૃથ્વીએ પણ ધાન્યને પ્રસવ સારી રીતે કર્યો હતે. દેશમાં, લોકો આનંદ આનંદ માણી રહ્યાં હતાં. દરેકના મુખારવિંદ ઉપર આનંદની ઝલક છવાઈ રહી હતી. ધન-ધાન્યના સારા પાકને લીધે, લોકે આનંદ-મંગલ વરતાવી રહ્યાં હતાં ને બધા આનંદ અને મોજમજા ઉડાવી રહ્યાં હતાં. આ વખતે મધ્યરાત્રિને સમય પસાર થતો હતો. અને હસ્તોત્તર નક્ષત્રને ચંદ્રમા સાથે સુયોગ થયો હતે. આ જ સમયે. આ જ વખતે, ઉપરના સઘળા યોગો શુભ સ્થાને એકઠા થતાં, ત્રણ લોકનો ઉદ્દઘાત કરનારા, મેક્ષ માર્ગની ધુરાને ધારણ કરનારા, સર્વ જીવને હિતકારી અને સુખકારી, શાંતિકારી, કાંતિના આગાર, ચતુર્વિધ સંધના નેતા, ઉદાત્ત અને ઉદાર ચિત્તવાલા કઠિન કર્મોને દલવાવાળા, ગુણેના સાગર, એવા સુકુમાર કુમારને ત્રિશલા રાણીએ જન્મ આપે. (સૂ) ૫૪) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૭૨

Loading...

Page Navigation
1 ... 185 186 187 188