Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 188
________________ ટીકાને અર્થ– તેજ વળ' ઇત્યાદિ. ચોથા આરા રૂપ કાળમાં અને રાજા સિદ્ધાર્થના શાસનના સમયમાં, ત્રિશલા ક્ષત્રિયાણીએ પૂરા નવ માસ અને સાડી સાત રાત્રિ પસાર થતાં ગ્રીમ ત્રતના પહેલા માસ-ચૈત્ર સુદી તેરસને દિવસે એટલે કે ચિત્રશુકલા ત્રયોદશીને દિવસે, સૂર્યથી માંડીને શનિ સુધીના સાતે ગ્રહે જ્યારે ઉચ્ચ સ્થાને હતા, ચન્દ્રને ચોગ પ્રધાન હતા, દિશાઓ ધૂળ-વર્ષા આદિથી રહિત સૌમ્ય અને ઉજજવલ હતી, કારણ કે ભગવાનના જન્મ સમયે સર્વત્ર પ્રકાશ થઈ જાય છે. તથા દિશાદાહ આદિનો અભાવ હોવાથી સ્વચ્છ હતી. શુભસૂચક બધા નિમિત્તોને જયજયકાર હતો. સુગન્ધિત તથા શીતળ હોવાને કારણે સુખકારી દક્ષિણાવર્ત પવન વાતે હતે. તે એ સમય હતો કે જ્યારે પૃથ્વી સસ્ય (અનાજ)થી સુશોભિત હતી. તેથી જનપદમાં રહેતા લોકો સુકાળને કારણે આનંદિત હતા અને ઉત્સવ આદિ ઉજવીને ક્રીડા કરવામાં મગ્ન હતા. એવા આનંદમય સમયે મધ્ય રાત્રિના અવસરે હસ્તાંત્તરા (ઉત્તરાફાશુની) નક્ષત્રને ચન્દ્રમાની સાથે યોગ થતાં, ત્રણ લોકમાં પ્રકાશ કરનાર, મોક્ષમાર્ગરૂપ ધર્મની ધુરાને ધારણ કરનાર, કલ્યાણકારી, સુખકારી, સમસ્ત ઉપદ્રનું શમન કરનાર, અદૂભુત રૂપલાવણ્યના ધારક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા 35 ચાતુવિધ સંઘના નાયક, શ્રેષ્ઠ, મુશ્કેલીથી ક્ષય કરાનાર કર્મ-સમૂહના વિનાશક, દયા, દક્ષિણ આદિ સદૂગુણના સાગર, એવા સુકુમાર પુત્રને ત્રિશલાદેવીએ જન્મ આપ્યો. જ્યોતિષશાસ્ત્રમાં ઉચ્ચસ્થાનવાળા ગ્રહોનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે– “तिहिं उच्चेहि नरिंदो, पंचहि तह होइ अद्धचक्की य। छहि होइ चकवट्टी, सत्तहि तित्थंकरो होइ॥१॥ इति। જે બાળકના જન્મ સમયે ત્રણ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય, તે બાળક રાજા થાય છે. પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય તે તે અર્ધચક્રવતી વાસુદેવ થાય છે. છ ગ્રહ ઉચ્ચ સ્થાને હોય તે ચક્રવર્તી થાય છે અને સાત ગ્રહ ઉચ્ચ સ્થાન પર હોય તે તે તીર્થકર થાય છે. (સૂ૦ 54) ઈતિ ચતુર્થ વાચના શ્રી કલ્પ સૂત્ર: 01 173

Loading...

Page Navigation
1 ... 186 187 188