Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 178
________________ નક્કી જ માંગલિક સ્વપ્ના જોયાં છે. ત્યારે રાજા સિદ્ધાર્થ તે સ્વપ્નપાઠકાની તે વાત સાંભળીને એને સમજીને હ તથા સંતાષ પામ્યા. તેમનું ચિત્ત પ્રસન્ન થયું. હર્ષોંથી હૃદય ખીલી ઉઠયુ, તેમણે સ્વપ્નપાકાને કહ્યું હે દેવાનુપ્રિયે! એમ જ થશે. આપનું કથન સાચુ છે. હે દેવાનુપ્રિયા ! આપનુ કથન અસત્ય નથી. હે દેવાનુપ્રિયે ! આપનું કથન અસંદિગ્ધ (સ ંદેહ વિનાનું) છે. હે દેવાનુપ્રિયે! આ કથન ઇષ્ટ છે. હે દેવાનુપ્રિયા! એ કરી કરીને ઇષ્ટ છે. હે દેવાનુપ્રિયે! એ ઈષ્ટ અને વિશેષ ઇષ્ટ છે. આપ જે વાત કહેા છે તે સાચી છે. આ પ્રમાણે કહીને તેણે તે સ્વપ્નને સારી રીતે સ્વીકાર કર્યાં. સ્વીકાર કરીને તે સ્વપ્ન-લક્ષણપાઠકોના પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારથી સત્કાર કર્યાં અને સન્માન કર્યુ” તથા જીવિકાને ચેાગ્ય ઘણું પ્રીતિ–દાન દીધું. ત્યાર બાદ તેમને વિદાય કર્યા (સ્૦ ૫૦) ટીકાના અથ—તપળ લેત્તરૢસ્થે” ઇત્યાદિ, સ્વપ્નપાઠકે એસી ગયા પછી સિદ્ધાર્થ રાજાએ ત્રિશલાદેવીને પર્દાની પાછળ એસાડયાં, બેસાડીને સુવર્ણ, રજત, આદિ માંગલિક વસ્તુઓ હાથમાં લઈને અત્યંત નમ્રતાસાથે ભદ્રાસન પર બેઠેલા સ્વપ્ન પાઠકેાને આગળ કહ્યા પ્રમાણે વચને કહ્યાં—હે દેવાનુપ્રિયા ! આજે ત્રિશલાદેવી પુણ્યશાળિએને શયન કરવા લાયક શય્યા પર, મધ્યરાત્રે, જ્યારે ન ગાઢ નિદ્રામાં હતાં કે ન અધિક જાગૃત હતાં. આછી એવી નિદ્રા લઇ રહ્યાં હતાં, ત્યારે રાણીએ ગજ, વૃષભ આદિના ચૌદ મહાસ્વપ્ના જોયાં. તેથી હે દેવાનુપ્રિયે! તે ઉદાર, ધન્ય, મગળમય અને સશ્રીક (શાભાયુક્ત) મહાસ્વપ્નાનુ શુ વિશેષ ફળ મળશે? સિદ્ધના એ પ્રશ્નો પછી તે સ્વપ્નપાઠકે સિદ્ધાર્થ રાજાની પાસેથી એ વાતને સાંભળીને તથા સમજીને હર્ષી તથા સતેષ પામ્યા. તેમણે તે મહાસ્વપ્નનુ અવગ્રહણ કર્યું. એટલે કે તેમને હૃદયમાં ધારણ કર્યાં. હૃદયમાં ધારણ કરીને ઇહામાં પ્રવેશ કર્યો-અના વિચાર કર્યાં. અરસપરસમાં સ્વપ્નના અર્થ (ફૂલ) ના નિ ય કર્યાં. ત્યાર બાદ નિઊઁચ કરીને ગજ, વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નાને અથ તેમણે લખ્યું (પ્રાપ્ત) કર્યા-પોતપોતાના વિચાર પ્રમાણે પ્રાપ્ત કર્યો, અ ગ્રહણ કર્યો-આપસમાં તર્કવિતર્ક કરીને જાણ્યા, અથ પૂછયે-સ’શય જ્યાં થયે ત્યાં બીજાની સલાહ લઇને જાણ્યા. તેથી અનેા નિર્ણય કરી લીધા-યથા સ્વરૂપને જાણી લીધુ', તેથી અને અધિ ગૃત કરી લીધા-આખરે સ્વપ્નના અર્થની ધારણા ચાક્કસ થઈ શકે તે રીતે દૃઢ રૂપથી જાણી લીધે. પછી રાજા સિદ્ધાની સમક્ષ સ્વપ્નનું ફળ ખતાવનારાં શાસ્રોતુ વારંવાર ઉચ્ચારણ કરીને, આગળ કહેવામાં આવે છે તે વચના આલ્યા“હે રાજન્! અમારાં સ્વપ્નશાસ્ત્રમાં ખેતેર સ્વપ્ના બતાવ્યાં છે. તે ખેતેર સ્વપ્નામાં ત્રીસ મહાસ્વપ્ના કહેલાં છે. તે ત્રીસ મહાસ્વપ્નામાંથી અહીઁન્તની માતાએ અને ચક્રવતીની માતાએ, અહન્ત ચક્રવતીના ગર્ભ"માં આવતાંજ ગજ, વૃષભ આદિનાં એ ચૌદ મહાસ્વપ્ના જોઇને જાગે છે. તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલાદેવીએ આ પ્રશસ્ત ચૌઢ મહાસ્વપ્ના જોયાં છે. આ રીતે હે દેવાનુપ્રિય ! માંગલિક, ધન્ય, સશ્રીક, આરાગ્ય, સ ંતેાષ, દીર્ઘાયુ, કલ્યાણુ અને મંગળ કરનારાં મહાસ્વપ્ના જોયાં છે. તેથી હે રાજન! ધનના લાભ થશે. હે રાજન! ભાગના લાભ થશે. શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૩

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188