Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 183
________________ વિકૃતિ આવી જાય છે, સ્નાન અને લેપન કરવાથી ગર્ભસ્થ બાળક કુશીલ થાય છે. તેલ ચળવાથી કુષ્ઠરેગી થાય છે, નખ કાપવાથી ગર્ભસ્થ બાળક વિકૃત નખવાળો થાય છે. દોડવાથી ગર્ભસ્થ બાળક ચંચળ સ્વભાવને થાય છે. હસવાથી ગર્ભસ્થ બાળકના દાંત, હેઠ, તાળવું અને જીભ કાળાં પડી જાય છે. વધારે પડતે બકવાદ કરવાથી ગર્ભસ્થ બાળક ઝગડાખોર અને વધારે શબ્દ સાંભળવાથી બહેરે થાય છે. અવલેખન-જમીન ખોતરવાથી ગર્ભ ખલિત થઈ જાય છે. પંખા આદિથી અધિક હવા ખાવાથી બાળક ઉન્મત્ત થાય છે. કુળની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલાદેવીને એવી શિખામણ આપ્યા કરતાં હતાં. તેઓ આમ પણ કહ્યા કરતાં હતાં– દેવી, તમે ધીરે ધીરે ચાલે, ધીરે ધીરે બેલો, ક્રોધથી બચે, પચ્ય પદાર્થનું જ સેવન કરે, નીવી (ચણિયા કે સાડલાની ગાંઠ) જરા ઢીલી બાંધ્યા કરે, ખડખડાટ હસો મા, ખુલ્લા આકાશ નીચે બેસશે મા અને ધ્યાન રાખે કે ઊંચી-નીચી જગ્યામાં ચાલશે નહીં. (સૂ૦ ૫૧) મૂળનો અર્થ–“મિડું'ઈત્યાદિ. જયારથી ભગવાન મહાવીરના જીવનું દેવાનંદા માતાની કુક્ષિમાંથી સંહરણ કરી, ત્રિશલાદેવીની કુખમાં સ્થાપન કર્યું ત્યારથી, કુબેરના આજ્ઞાપાલક મધ્યલોકનિવાસી ત્રિભકદેવને સિદ્ધાર્થ રાજાના ભવનમાં, સર્વ પુરાણા ખજાનાઓ ઠલવવા, શક્રેન્ડે આજ્ઞા કરી દીધી હતી. આ નિધાનના સ્વામીઓ પાસેથી ઝુંટવી-ઝડપીને લઈને નહિ, પણ જે ધનના સ્વામી મરી ચુકયા હતા, જેનું કઈ વાસ રહ્યું ન હતું. જેનાં ઘરબાર નાશ થયાં હતાં, જેનાં ગેત્રે પણ જડી શકતાં નહિ તેવી જ વ્યક્તિએના નકામા થઈ પડેલા ધનના ઢગલાને, આ દેવ, સિદ્ધાર્થ રાજાના ખજાનામાં ઠલવતે. આ નિધાને જે જે ગામમાં, આકરમાં, નગરોમાં, ખેટમાં, કર્વટમાં, મડંબમાં, દ્રોણમુખમાં, પત્તનમાં, નિગમમાં, આશ્રમમાં, સવાહમાં, સન્નિવેશમાં, શૃંગાટકમાં ત્રિવેણુ માર્ગમાં), ત્રિકમાં (ત્રણ માર્ગનો સંગમ જ્યાં થતું હોય ત્યાં). ચોકમાં, તથા ચત્વરમાં (જ્યાં ઘણા રસ્તા ભેગા થતા હોય ત્યાં), ચાર દ્વારવાળા સ્થાનેમા, રાજમાર્ગમાં, ઉજજડ ગામમાં, ઉજજડ નગરમાં, ગામની નાળિમાં, નગરની નાળિયેમાં, દુકાનમાં, દેવાલમાં, સભાસ્થળમાં, પરેમાં, અવાડાઓમાં, આરામગૃહોમાં, ઉદ્યાનોમાં, વનમાં, વનવંડોમાં, શમશાનમાં, સૂના મકાનમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિગૃહમાં (કિન્નરોના પર્વતની ગુફાઓ માંહેલા ગૃહોમાં), શિલગૃહોમાં (પર્વત ઉપર બનાવેલ ઘરમાં) ઉપસ્થાનગૃહોમાં (ચારામાં), ભવનગૃહોમાં નિવાસઘરોમાં), આ ઉપરોક્ત સ્થાને ઉપરાંત જ્યાં જયાં ધન-દોલત નિષ્ક્રિય અને સ્વામીરહિત થયેલાં હોય તે સર્વને સિદ્ધાર્થ રાજાનાં ભવનમાં અને ખજાનાઓમાં ભરવા લાગ્યો. (સૂ૦૫૨) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૬૮

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188