Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કૌટુંબિક પુરુષો (આજ્ઞાંકિત પુરુષ)ને મેલાવ્યા, અને ખેલાવીને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયે! તમે તુરતજ ધરતીકંપ ૧, ઉત્પાત ર, સ્વપ્ન ૩, અંતરિક્ષ ૪, અ ંગાનુ કુરકવુ પ, સ્વર ૬, વ્યં જન ૭ અને લક્ષણ ૮; એ આઠ અ’ગાવાળા મહાનિમિત્તનાં સૂત્રેા અને અના જે પાઠકે છે, તથા જે યાતિષ આદિ વિવિધ શાસ્ત્રોમાં નિપુણ છે, તેસ્વપ્નપાઠકો એટલે કે સ્વપ્નનું ફળ બતાવનારાઓને ખેલાવે. મારી આ આજ્ઞ પ્રમાણે કર્યાની સૂચના મને તુરત જ પાછી મેકલે। ત્યાર બાદ સિદ્ધાથ રાજાની આજ્ઞા પામેલા કૌટુંબિક પુરુષ હર્ષી અને સતેષ પામ્યા-અત્યંત પ્રસન્ન થયાં. તેમણે અન્ને હાથ જોડીને માથા પર આવત અંજલિ કરીને કહ્યું-‘‘હે સ્વામી ! આપની જે. આજ્ઞા છે તે પ્રમાણે જ અમે વશું.” આમ કહીને તેમણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યા ! પછી તે કૌટુંબિક પુરુષના જયાં તે સ્વપ્નપાઠકોનાં ઘર હતાં ત્યાં ગયા, અને તેમણે સ્વમપાઠકોને ખેલાવ્યા. (સ્૦ ૪૮)
મૂળને અર્થ——પ નં તે પુમિન ''−ઇત્યાદિ. સિદ્ધાર્થ રાજાના કૌટુમ્બિક પુરુષો વડે ખેલાવાયેલ સ્વપ્ન પાઠેકાએ હર્ષી તથા સંતોષ પામીને સ્નાન કર્યુ, બળિકમ કર્યુ, કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યા, હલકા વજનનાં તથા ઘણાં કીમતી આભૂષણેાથી શરીરને વિભૂષિત કર્યું. પછી પોતપાતાના ઘેરથી નીકળ્યા અને એકઠા થયાં. એકત્ર થઈને જયાં રાજા સિદ્ધાર્થની બહારની ઉપસ્થાનશાળા હતી, જ્યાં રાજા સિદ્ધા હતા, ત્યાં આવી પહોંચ્યા ત્યાં પહાંચીને આપના જય હા, આપના વિજય હૈ" એમ કહીને રાજા સિદ્ધાર્થને અભિનન્દન આપ્યાં. રાજા સિદ્ધાર્થે તેમના સત્કાર અને સન્માન કર્યું. તેઓ પહેલેથી ગે।ઠવેલાં ભદ્રાસના પર બેસી ગયાં. (સૂ૦ ૪૯)
સ્વપ્નપાઠકાનાં રાજદર્શનાય સનમ્ ।
ટીકાના અÖ~~‘તપ ñ તે ઘુમિળ’-ઈત્યાદિ. સિદ્ધાથં રાજાના કૌટુંબિક પુરુષો દ્વારા ખેાલાવાયેલ સ્વપ્નપાઠક હ અને સંતેાષ પામ્યા. તેમણે સ્નાન ક્યું કાક (કાગડા) આદિ પક્ષીઓને અન્નાદિ પ્રદાન કર્યું. કૌતુક--મષીતિલક આદિ, મંગળ-દહીં' અક્ષત આદિ તથા દુષ્ટ સ્વપ્નાનાં ફળના નાશ કરનાર પ્રાયશ્ચિત્ત કર્યું. હલકાવજનવાળાં તથા ઘણાં જ કીમતી આભૂષણો વડે શરીર શણગાયું. પછી પાતપાતાના ઘેરથી નીકળીને અને એક જગ્યાએ એકઠાં મળીને જ્યાં રાજાની બહારની ઉપસ્થાનશાળા [રાજસભા] હતી, અને જ્યાં રાજા સિદ્ધા હતા ત્યાં આવ્યા. જય હે, આપના વિજય હા!” એવા શબ્દો વડે તેમણે રાજા સિદ્ધાર્થને અભિનન્દન આપ્યાં. ત્યારે રાજા સિદ્ધાર્થે મીઠાં વચનાથી તેમને સત્કાર કર્યા અને આસન આપીને તેમનુ સન્માન કર્યું. પછી તેઓ પહેલેથી જ ગાઠવેલાં આસના પર બેસી ગયા. (સ્૦ ૪૯)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૬૧