Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉઠીને લિકર્મ કર્યું. કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યું". બધા આભૂષણેાથી વિભૂષિત થયા પછી જ્યાં બહારની રાજસભા હતી, ત્યાં જઈને પૂર્વ દિશાની તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન પર બેઠાં (સૂ૦૪૭ )
સિદ્ધાર્થસ્ય આસ્થાનમણ્ડપે સમાગમનમ્ ।
ટીકાના અથ-સર્ ન છે સિદ્ધસ્થ ઈત્યાદિ. આસ્થાનમંડપ (રાજસભા) સુસજ્જિત કરવામાં આવ્યે. નવે દિવસ શરૂ થયા રાત્રિ પૂરી થઈ અને પ્રભાત ચળકવા લાગ્યું. કમળ ખિલી ગયાં. કમળેના કોમળ દળ વિકાસ પામ્યા, તથા કમળ એટલે કે હરણેનાં નેત્રા વિકસિત થઈ ગયાં. પ્રભાત પૂર્ણરૂપથી પાંડુર–(પીત-ધવળ) થઈ ગયું. ત્યારબાદ લાલઅશાકની પ્રભા, કેશુડાં, પાપટની ચાંચ, ચણાઠીના અધ ભાગની રતાશ, બન્ધુજીવક (અપેારિયાનુ ફૂલ), કબૂતરના પગ અને નેત્ર કયલના અતિશય લાલ નેત્ર, જપા (જાસુવણ)નાં ફૂલા, સળગતા અગ્નિ, સુવર્ણ કળશ, અને હિંગળાના ઢગલાના રૂપથી પણ અધિક લાલિમાથી સુંદર ભાવાળા સૂર્યના ઉદય થયા. સૂર્યનાં કિરણેાને સમૂહ ફેલાવાથી અંધકારના નાશ થવાનુ શરૂ થયું. બાલ આતપ એટલે કે તત્કાળ ઉત્પન્ન થયેલ સૂર્યના પ્રકાશરૂપી કંકુ વડે જીવલેાક છવાઇ ગયા. નેત્રના વિષયના વિકાસ થવાથી સ્પષ્ટ દન વધવા લાગ્યુ', એટલે કે દૂરની વસ્તુએ પણ દેખાવા લાગી. લેાક જયારે આ પ્રમાણે થઇ ગયા ત્યારે તળાવ આદિના કમલિની-વનેને વિકસિત કરનાર સહસ્ર રશ્મિ દિવાકર સૂર્યના ઉદય થયા, પછી તે સૂર્ય તેજથી દૈદીપ્યમાન થઈ ગયા. ત્યારે રાજા સિદ્ધ થ શય્યામાંથી ઉઠયા, ઉઠીને તેમણે જળ વડે સ્નાન કર્યું, કાક (કાગડા) આદિને અન્નાદિ અલિ આપ્યા, કૌતુક એટલે કે મીતિલક આદિ કર્યું. દષિ-અક્ષત આદિરૂપ દુઃસ્વપ્નવિનાશક મંગળ કર્યું, પ્રાતઃકર્મ કર્યા પછી સમસ્ત આભૂષણાથી સુથેભિત થયાં અને બહાર જ્યાં ઉપસ્થાનશાળા (રાજસભા) હતી ત્યાં જઈને, પૂર્વ દિશાની તરફ મુખ કરીને શ્રેષ્ઠ સિંહાસન પર બેસી ગયાં (સ્૦૪૭)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૫૯