Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 173
________________ રાજસભાને આજે વિશેષરૂપથી અત્યંત સુંદર બનાવે. તેના પર સુગંધીદાર પાણી છાંટો, વાળે, લીપિ અને સ્વરછ બનાવો. પાંચે રંગના સરસ અને સુગંધીદાર ફૂલોના સમૂહના ઉપયોગથી યુકત કરો. સળગતા કાળા અગરુ, શ્રેષ્ઠ મુદ્રક, તરુષ્ક (લેબાન) તથા ધૂપની મહેકી ઉઠતી ગંધ વાયુદ્વારા ફેલાવાથી તેને રમણીય બનાવે, ઉત્તમ સુગંધ વડે સુગંધિત, અને ગંધની ગોટી જેવી કરે અને કરાવે અને મારી તે આજ્ઞાનુસાર કર્યાના ખબર મને પહોંચાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષે સિદ્ધાર્થ રાજાએ એમ કહેવાથી હર્ષ અને સંતોષ પામ્યા. અને રાજાના કહેવા પ્રમાણે બહારના આસ્થાન મંડપને પૂર્વોત પ્રકારને કરીને અને કરાવીને તેમણે તે આજ્ઞાનુસાર કાર્ય કર્યાના ખબર રાજાને પહોંચાડયા (સૂ૦૪૬) ટીકાનો અર્થ – Gર તિ'ઈત્યાદિરાત્રિ પૂરી થતા તે પ્રસિદ્ધ રાજા સિદ્ધાર્થે પ્રભાત કાળમાં, ચળકતા સૂર્યને ઉદય થતાં પિતાના કૌટુંબિક-આજ્ઞાંકિત પુરુષને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે તરત જ બહારની રાજસભાને આજ વિશેષરૂપથી સજાવો. સુગંધીદાર પાણી-સુગંધમય ઉશીર (ખસ) આદિ દ્રવ્યો વડે સુવાસિત બનાવેલ જળ તેના પર છાંટે. સાવરણી આદિથી કચરે દૂર કરીને તેને સાફ કરે. છાણ આદિથી તેને લીધે. આ બધુ કરીને તેને પવિત્ર-સ્વચ્છ કરો. ત આદિ પાંચ રંગના રસદાર અને સુગંધીદાર ફૂલોના સમૂહના ઉપ ગથી તેને યુકત કરે બળતા કાળા અગરુ, શ્રેષ્ઠ કુદ્રુક્ક-ચીડા નામનું સુગંધિત દ્રવ્ય, તુરુશ્ક-લેબાન અને ધૂપદશાંગ આદિ અનેક દ્રવ્યોના મિશ્રણથી બનતા વિલક્ષણ ગંધવાળા દ્રવ્યની મહેકતી અને હવા દ્વારા ફેલાતી સુગંધથી મનોહર બનાવે. ઊંચી જાતની સુગંધિત ચૂર્ણ-ભૂકી આદિથી યુકત કરે. ગંધદ્રવ્યની ગોટી જેવી કરી નાખો અને તમારા સાથીદારો પાસે એ પ્રમાણે કરાવો. એ પ્રમાણે કરીને તથા કરાવીને મારી એ આજ્ઞા મને પાછી પહોંચાડે એટલે કે મને ખબર આપો કે આપના કહેવા પ્રમાણે રાજસભામાં સર્વ તૈયારી કરી છે, સિદ્ધાર્થ રાજાની આ આજ્ઞા મળવાથી તે કૌટુંબિક પુરુષે હર્ષ અને સંતોષ પામ્યા-અત્યંત ખુશી થયા. તેમણે રાજાના કહેવા પ્રમાણે જ રાજસભાને સ્વચ્છ અને સુગંધિત કરીને રાજાને “આપની આજ્ઞા પ્રમાણે બધું કર્યું છે એવા ખબર આપ્યા (સૂ૦૪૬) પ્રભાતવર્ણનમ્ મૂળને અર્થ– તજ સિદ્ધર” ઈત્યાદિ. ત્યાર બાદ રાત્રિ પૂરી થઈને પ્રભાત થયું કમળ ખિલી ગયાં, અથવા કમળ એટલે કે હરણનાં નેત્ર ઉઘડી ગયાં, પ્રભાત પાંડુર થઈ ગયું. લાલ અશેકને પ્રકાશ, પલાશ (કેસુડા), પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની રતાશ, બધુજીવક, કપાતના પગ અને આંખે, કોયલનાં લાલ નેત્ર, જપાપુષ્પ, સળગતે અગ્નિ, સુવર્ણ કળશ તથા હિંગળાને સમૂહના રૂપથી પણ વધારે રતાશ વડે સુશોભિત, શ્રીયુકત સૂર્યને ધીરે ધીરે ઉદય થયો. સૂર્યનાં કિરણેના સમૂહે અંધકારનો નાશ કરવાનું શરૂ કર્યું. બાલસૂર્યના પ્રકાશ રૂપી કકથી જીવલોક છવાઈ ગયો. તેના વિષયના પ્રસારથી દર્શનને વિકાસ થવા લાગ્યા, એટલે કે નેત્રથી ક્રમશઃ દૂર દૂરના પદાર્થો દેખાવા લાગ્યા. જગતમાં આ પ્રમાણે થતાં, તળાવમાં કમળનાં વનને વિકસિત કરનાર, હજાર કિરણવાળો, દિવસને કરનાર સૂર્ય તેજથી જાજવલ્યમાન થતાં, રાજા સિદ્ધાર્થ શય્યામાંથી ઉડ્યાં શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૫૮

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188