Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્યક પ્રકારે, તેના કુલાને સ્વીકારીને, મણિમય રત્નથી રચાયેલ ભદ્રાસન ઉપરથી, તે ઉભી થઈ, ચપલતા રહિત ભ વિનાની રોકાણ વગરની અને વિલંબ વગરની રાજહંસીની જેવી ગતિથી ચાલતાં ચાલતાં, પોતાના શયનાગારમાં આવી પહોંચી. આવા સર્વોત્કૃષ્ટ ફલે આપનારા મહાસ્વને, અન્ય પાપ–સ્વનિથી આવરાઈ ન જાય, ભેંસાઈ ન જાય-માટે રાત્રીનો બાકીનો વખત, દેવ-ગુરુ-ધમ સંબંધી કથાઓનું સ્મરણ કરવામાં ગાળી જાગૃત રહી. (સૂ૦૪૫)
ટીકાનો અર્થ—‘i ' ઈત્યાદિ. સ્વપ્નનું ફળ સાંભળ્યા પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી, હર્ષ–સંતેષ પામી તેનાં ચિત્તમાં અપાર આનંદ થયો. હર્ષને લીધે તેનું હૃદય ખીલી ઉઠયું તેણે બન્ને હાથ જોડીને મસ્તક પર આવત કરતા-અંજલી કરીને આ પ્રમાણે કહ્યું- હે નાથ! આપ જેમ કહે છે એવું જ છે. હે નાથ ! આપે જે કહ્યું તે સત્ય છે તેનાથી આપનું કહેવું અસત્ય નથી. હે નાથ ! આપનું કથન સવ* શંકાઓથી રહિત છે. અથવા-“આપ જે કહો છે તેમજ છે” આ કથનથી પતિના વચનમાં વિશ્વાસ સૂચિત કરાયો છે. આજ કથનને સ્પષ્ટ રીતે સાબિત કરવાને માટે આગળના પદે આપ્યા છે. આપે જે કહ્યું તે સત્ય છે'આ કથન દ્વારા વિધિરૂપથી પતિનાં વચનમાં વિશ્વાસ પ્રગટ કરાયો છે.
અસત્ય નથી” આ કથન વડે નિષેધરૂપમાં વિશ્વાસ પ્રગટ કરાયો છે. “આ૫ જે કહે છે તે અસત્ય નથી એટલે કે સત્ય જ છેઆ રીતે અસત્યતાને નિષેધ દર્શાવીને પતિના વચનમાં વિશ્વાસ સૂચિત કરાય છે. “ આપનું કથન બધી શંકાઓથી રહિત છે'આ કથન દ્વારા સંદેહના અભાવથી વિશ્વાસ સૂચિત કરાયો છે. તથા હે નાથ આપનું કથન ઈષ્ટ છે. અમારે માટે અભિલષિત (અભિલાષા પૂર્ણ કરનારૂં) છે. હે નાથ! આપનું કથન પ્રતીષ્ટ છે. વારંવાર ઈષ્ટ છે. હે નાથ! આપનું કથન ઈષ્ટ પણ છે અને પ્રતીષ્ટ પણ છે. આ૫ જે કહે છે તે કથન ચોકકસ સત્ય જ છે.
ત્રિશલાયાઃ સ્વપ્ના પ્રતિધાતાર્થ જાગરણમા
આ પ્રમાણે કહીને ત્રિશલા દેવી પિતે જોયેલાં સ્વપ્નના ફળને સારી રીતે સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને રાજા સિદ્ધાર્થની આજ્ઞા મેળવીને તે વિવિધ પ્રકારના વૈવ્ય આદિ મણીઓ અને હીરા આદિ રત્નની રચનાથી અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઉઠે છે અને ઉતાવળ વિના, શારીરિક ચપળતા વિના, સંભ્રમ વિના, વિલંબ વિના, રાજહંસી જેવી અપ્રતિરુદ્ધ ગતિથી, જ્યાં પોતાનું શયનગૃહ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને “આ ગજ આદિનાં મહાસ્વને બીજા અશુભ સ્વપ્ન વડે નાશ ન પામે એટલે કે તેમનું ફળ નાશ ન પામે” એવું વિચારીને તે દેવ, ગુરુ, ધર્મ સંબંધી પ્રશસ્ત અને ધર્મક થાએ કરીને યમ–જાગરણ કસ્તી વિચરે છે.
અહીં દેવ, ગુરુ અને ધર્મ સાથે સંબંધ રાખનારી કથાઓ આવી સમજવી જોઈએ—
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૫૬