Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા, સધન મેઘની માફક વરસાવવામાં આવતી ઉપસર્ગરૂપી ઝડીઓથી પણ, આ બાલકની ધ્યાનરૂપી અગ્નિ બુઝાશે નહિ.
જેમ વાયુ વિનાના સ્થળમાં, અગ્નિશિખા ઉર્ધ્વગામીજ હોય છે. તેમ આ બાલક પણ ઉર્ધ્વગામી બનશે. (સૂ૦૪૪) ટીકાને અર્થ– નિરિદ્રિ' ઇત્યાદિનિધૂમ (ધુમાડા રહિત) અગ્નિનું સ્વપ્ન જેવાથી તે બાળક પોતે અગ્નિના જે પવિત્ર હશે અને બીજાને પવિત્ર કરનારે હશે. ધ્યાનરૂપી અગ્નિ વડે અનાદિ કાળથી ચાલ્યા આવતા જ્ઞાના વરણીય આદિ આત્મિક મેલને દૂર કરશે. શુકલ ધ્યાનના પ્રભાવથી ઘાતિકકમ–મળના સમૂહને નાશ કરવાથી ઉત્પન્ન થયેલા નિર્મળ કેવળજ્ઞાનના પ્રકાશથી યથાર્થરૂપથી સમસ્ત ભૂત, વર્તમાન તથા ભવિષ્યના ભાવો-પદાર્થોના સ્વભાવને જાણનારો થશે. તથા અનેક પ્રકારના કઠિન, કઠિનતર અને કઠિનતમ અભિગ્રહો (ખાસ નિયમો)નું તથા વિવિધ પ્રકારના ઉગ્ર તપનું આચરણ કરીને સળગતી અને ધુમાડા વિનાની અગ્નિ જે તેજસ્વી થશે. તે સંસાર એટલે જન્મ-મરણના કારણભૂત કર્મોનો ક્ષય કરનાર થશે. અને લેડ્યા (કષાયવાળી વેગની પ્રવૃત્તિ)થી રહિત, અવિચળ, ઉત્કૃષ્ટ નિર્જરાનું કારણ “સુમરાવાનિવૃત્તિ” નામનાં શુકલ ધ્યાનના ત્રીજા પાયાથી સમસ્ત કર્મ મળ રૂપી કલંકનો ક્ષય કરી નાખશે. વચન અને મનને નિરોધ થઈ જતાં સૂક્ષ્મ કાયમને નિરોધ ન હોવાથી સૂક્ષમ કિયા
થી તે ધ્યાન સૂફમકિય કહેવાય છે. તે અવસ્થામાં પરિણામોની ધારા તીવ્રતાની સાથે વધતી જ જાય છે, તેથી તે ધ્યાન અનિવર્તનશીલ હોય છે. તે કારણે તે સૂક્ષ્મક્રિય-અનિવત્તિ ધ્યાન કહેવાય છે. તે ધ્યાનથી સર્વે કર્મોનો ક્ષય થઈ જાય છે. આ ધ્યાન વડે તે બાળક પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરશે. એટલે કે આમાના અસલી સ્વરૂપમાં આવી જશે. ત્યારબાદ તે સિદ્ધિગતિ પરિણામવાળે થશે. દેવ, મનુષ્ય અને તિર્યંચ રૂપી સઘન મેઘના વડે કરાયેલ અનેક પ્રકારના ઉપસર્ગો રૂપી જળ ધારાઓના વેગથી પણ તેના ધ્યાનની લગની શાન્ત નહીં થાય. જેમ વાયુના સંચાર વિનાની જગ્યાએ રાખેલી અગ્નિશિખા ઉપરની બાજુ વધે છે, એજ રીતે તે પણ ઉર્ધ્વગમનશીલ, થશે એટલે કે સિદ્ધગતિગામી થશે. (સૂ૦૪૪) અતિ તૃતિય વાચના
ત્રિશલાયાઃ સ્વપ્નફલવિષયે વિશ્વાસ પ્રકટનમ્ |
મૂલન અર્થ–બ માં ઇત્યાદિ. સિદ્ધાર્થ રાજા પાસેથી, સ્વપ્નફલો જાણ, ત્રિશલા રાણી, ઘણી હર્ષિત અને સંતુષ્ટ થઈ. તેનું ચિત્ત આનંદ પામ્યું. હર્ષ થવાથી હૃદય પણ ફૂલાયુને મન પ્રફુલ્લિત થયું. બે હાથ જોડી, મસ્તક પર અંજલી કરી, બેલી–“હે સ્વામિન ! તમે કહો છો તે પ્રમાણે છે, ખરેખર સત્ય છે. જરા પણ અસત્ય, નથી. આપનું કથન સંદેહરહિત છે. તેમજ ઇષ્ટકારી છે. સ્વપ્ન અર્થ બરાબર છે. આમ કહીને,
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૫૫