Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાજભવનવાર્ણનમ્
મૂળનો અર્થ “as i ના તિલા' ઇત્યાદિ. ત્રિશલા રાણી જે રાજભવનમાં શયન કરી રહ્યાં હતાં તે રાજભવનનું વર્ણન નીચે મુજબ છે.
આ રાજભવનના કમાડ છ સુંદર પ્રકારના ઈમારતી લાકડાના બનેલાં હતાં, થાંભલાં વર્ષ આદિ વિવિધ પ્રકારની મણિઓથી જડેલાં હતાં. આ થાંભલાં પર રંગબેરંગી ચિત્ર દોરવામાં આવ્યાં હતાં. મણિઓના ચળકાટ વડે આ ચિત્રકળાઓ ઘણી સુંદર ભાત પાડતી હતી. આ થાંભલાઓની વચ્ચે સુંદર પૂતળીઓની આકૃતિઓ કોતરવામાં આવી હતી. પૂતળીઓના માથા મણિરત્નોથી શણગારવામાં આવેલ હતાં.
મહેલમાં વિવિધ પક્ષીઓને પાળવામાં આવતાં, તેઓની રક્ષા માટે સુંદર જગ્યાઓ નિર્મિત કરવામાં આવેલ હતી.
આ મહેલની સીડીઓ, વિધવિધ ચિહ્નોવાળા અર્ધચંદ્રમાના આકારવાળા રત્નથી સુંદર અને આકર્ષક બનાવવામાં આવી હતી. સિડીઓના પગથીયા ઉપર સર્વોત્તમ ઘડાઓની આકૃતિઓ દોરવામાં આવી હતી.
આ ભવનના એક ભાગને “કનકાલિકા” તરીકે ઓળખવામાં આવતું. આ ભાગ સેનાની ઘૂઘરીઓથી શોભિત કરવામાં આવ્યો હતો. આ રાજભવનમાં અનેક ખંડે અનેક પ્રવૃત્તિઓ માટે રચવામાં આવ્યાં હતાં. અને આ નાના પ્રકારની શોભાથી યુક્ત હતાં.
તેની દિવાલો રત્નજડિત ચિકણ સુવર્ણ રજથી બનેલી હતી. તેના દરવાજા, વિશાળ અને અનુપમ ભાવાળા હતાં. આ દરવાજા પર, હંસગર્ભક નામના રત્નો જડવામાં આવ્યાં હતાં.
ઇંદ્રકીલો (દ્વારના અવયવ) ગોમેદ મણિયા દ્વારા ચકચકતાં હતાં. ભવનનું “ચતુકાષ્ઠ’ ચગટ–સુંદર લોહિતાક્ષ મણિઓની શોભાથી ઝગમગી રહ્યું હતું. અને લાલ હોવાને લીધે ગ્રહની શોભાને આપી રહ્યું હતું.
આ મહેલના દરવાજાના કમાડો, મરકત અને વજનના આગળિયાથી શોભામાં અનેખી વૃદ્ધિ આપી રહ્યાં હતાં. પાંચ જાતના રત્નોવાળા તોરણો, આ દરવાજા ઉપર લટકતાં હતાં. ચકચકિત-રત્ન જડિત ચંદરવા બનાવેલા હતા
આ ભવનમાં, સ્ફટિક રત્નની “ સમાળા' એવી કુશળતાપૂર્વક બનાવવામાં આવી હતી કે આકાશમાં ઉડતી સાચા હસોની ‘હાર' આ “હા” પાસે લજજા અનુભવતી હતી.
ધીમી ધીમી પવનની લહેર દ્વારા, સેનાના બારીક તારોમાં પરોવાએલ મણિઓ અને ખેતીની ઝાલથી છત્રીસ પ્રકારની રાગ-રાગણીઓ નિકળતી હતી. આ રાગ-રાગણીઓથી. આખુ ભવન ગુંજીરહ્યું હતું.
અનુપમ ગેરુ આદિ ધાત-પાષાણથી રંગવામાં આવ્યા હતા. તેનો બાહ્ય ભાગ, સારી રીતે ઘસાયેલ હોવાથી એ તો સુંદર અને આકર્ષક લાગતું હતું કે જોનાર વ્યક્તિનું પ્રતિબિંબ તેમાં પડતું અને બેહુબ પ્રતિબિંબ દૃષ્ટિગોચર થતું. - દિવાલોને અંદરનો ભાગ, અનેખા ચિત્રોથી અંકિત કરવામાં આવ્યો હતો. ભવનનું વિશાળ ભોંયતળિયું પાંચ જાતના મણિરત્નોવાળું હતું. તેને ઉપરનો ભાગ કમલે, લતાઓ અને ફળવાળા વેલોથી અને વિવિધ કળાના ચિત્રોથી શોભિત ચંદેવાવાળે હતો
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૧