Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 150
________________ પૂર્ણરજતકલશ સ્વપ્ન વર્ણનમ્ ૯-પૂર્ણરજત કુંભનું સ્વપ્ન મૂળને અર્થ–“તો પુન લા' ઈત્યાદિ. ત્યાર પછી ત્રિશલા રાણીએ, ચાંદીના કુંભનું સ્વપ્ન અનુભવ્યું. આ કુંભ કેવું હતું ? તેનું વર્ણન આ પ્રમાણે છે આ કળશ વેતવણે અને શોભાયમાન હતો. સર્વ મંગળમય ચિહ્નોવાળા જણાતે. તેમાં વિમળ કમળાના વિવિધ સમૂહથી શેબિત થતાં અનુપમ ૨થી બનાવેલ સુંદર અને શ્રેષ્ઠ કમળ પર મૂકવામાં આવ્યો હતો. આ કળશ સુગંધિત અને નિર્મળ જળથી ભરેલો છે. આ કળશને મલયાગિરિના ચંદનથી પણ ઉંચુ સ્થાન ધરાવતાં ચંદનને લેપ કરવામાં આવ્યું હતું. તેના ક કે લાલ ચમક્ત દેર બાંધવામાં આવ્યું હતું. અનુપમ ભાવાળે આ કળશ હતે. આ કળશ દેવાધિષ્ઠિત હતું. આ “કળશ” નું મોટું કમળના ફૂલ વડે ઢાંકેલું હતું. તેની શોભા, આંખને આનંદ આપે તેવી હતી. તેમ જ તેનું તેજ, અને ખી ભાત પાડે તેવું જાજવલ્યમાન હતું. તેના કાંઠલામાં, સર્વ ઋતુઓમાં ઉગતા ફૂલની માળા આપવામાં આવી હતી. આ કળશ પવિત્ર હોવાને લીધે બધા કુલક્ષણોથી રહિત હતા, એટલે સવ સુલક્ષણવાળા હતા. હાર અને અર્થહારથી તેની ગરદન શેભતી હતી, અને મંગલમય હતે, પિતાની આભા-કાંતિથી અંધકારને નાશ કરવાવાળે હતે. આવા રત્નજડિત રજત-કળશને, ત્રિશલા રાણીએ, નવમાં સ્વપ્નમાં જોયો. (સૂ૦૨૩) ટીકાને અર્થ-રો gr ’ ઈત્યાદિ. વજાનું સ્વપ્ન જોયાં પછી નવમાં સ્વપ્નામાં ત્રિશલા રાણીએ રત્નજડિત ચાંદીનો કળશ જે.તે કળશ કે તે તે કહે છેને વેત વર્ણના ઉત્તમ સેનાના જેવો ચળકતે હતો. તે સમસ્ત મંગળને જનક હોવાથી મંગળ-સ્વરૂપ હતે. નિર્મળ કમળાના સમૂહથી શોભતો હતે. અનુપમ રત્નથી બનેલા સુંદર કમળ પર ગોઠવેલ શ્રેષ્ઠ કમળાનાં ફૂલો પર રાખેલું હતું. સુગંધિત શ્રેષ્ઠ જળ–નિર્મળ અને શુદ્ધ જળ-થી ભરેલો હતો. તેના ઉપર ચંદનને લેપ કરેલ હતું. તેના ગળામાં લાલ સૂતર બાંધેલું હતું. તેની સુષમા-સુંદરતા અનુપમ હતી. તેજ કળશના આશ્રિત દેવ વડે સેવાયેલ હતે. કમળ-પુનાં ઢાંકણા વડે ઢંકાયેલ હતું. સૌમ્ય-મનને પ્રસન્ન કરનારી-શેભાનાં ઘર જે હતે. અમૃતાં જનની જેમ દર્શકોનાં નયનેને આનન્દદાયક હતો, એટલે કે જેમ અમૃતાંજન અને સુખદાયક હોય છે તેમ તે કળશ પણ આનંદદાયક હતો. તે બધી દિશાઓમાં સંપૂર્ણ રીતે પિતાનું તેજ પ્રસરાવતો હતો, તેથી પોતાના સૌદયની અધિકતાથી સુશોભિત થઈ રહ્યો હતો. બધી ઋતુઓના, ઘણુ સુગધમય ફૂલો વડે કલાત્મક રીતે ગૂંથેલી અનુપમ માળાઓ તેના કંઠનું સુંદર આભૂષાણ હતીતે પુણ્ય-પવિત્ર હતે. તેથી પાપ સમૂહથી રહિત, બધી જાતનાં કુલક્ષણો વિનાને હતો. તેનું ગળું હાર (અઢાર સેર–લટ ને) તથા અદ્ધ હાર (નવ સેર-લટ ને) વડે સુશોભિત હતું. તે મંગળકારી હોવાથી મંગળ-સ્વરૂપ હતું. પિતાના તેજથી અંધકારનો નાશ કરનારા હતા. એવા રત્નજડિત રજતકળશને એટલે કે રત્નોથી જડેલા ચાંદીના કળશને જે. (સૂ૦૨૩) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૫

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188