Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શિશુમાર, કાચબા વગેરે વગેરે જળચર જીને સમૂહ તે સરોવરનું પાણી પીતું હતું. તે અત્યંત ચપળ તરંગ વડે લહેરાતું હતું. કહલારક (એક જાતનાં સુગંધીદાર વેત કમળ)થી, હલક નામનાં લાલ રંગનાં અને ત્રણે કાળમાં વિકસિત રહેતાં કમળથી, તથા કુવલયો (ચન્દ્રવિકાસી વેત રંગના કમળ) થી, પુંડરીકે (સફેદ કમળ) થી, અને કોકનદોથી (રાતા કમળથી અને રાતાં કમુદેથી) તેની શોભા અનુપમ હતી. સૂર્યનાં લાલ કિરણો પ્રસરવાને લીધે વિકસિત થયેલાં કમળોના કેસમાંથી ઝરતા અતીવ સૌરભવાળા પરાગ (ફૂલોની રજ) રૂપી રાગ (રંગ) થી તેનું પાણી આછા પીળા તથા લાલ રંગનું લાગતું હતું. ફૂલના રસને આસ્વાદ કરવાથી મત્ત બનેલા, આનંદિત થયેલા, મધુર ગુંજારવ કરતા, મધ્યમાં અવર-જવર કરનારા ભમરાઓના સમૂહે ત્યાંનાં કમળને આવરી દીધાં હતાં. ત્યાં અનેક પ્રકારના હસ, સારસ, કૌંચ, ચકવા, કુર૨ (કુ જડા) દાટ્યૂહ (મધુર સ્વર બેલનારું એક પક્ષી) આદિ પક્ષીઓ આમ તેમ ઉડતાં હતાં. કમલિનીઓનાં પાન પર સુશોભિત લાગતા પાણીનાં ટીપાંઓને સમૂહ મોતીઓ તથા તારાઓને લુમ ઉત્પન્ન કરતું હતું. અત્યન્ત વિસ્તીર્ણ હોવાના કારણે તથા મોતી આદિ વડે ભરેલું હોવાથી તે સાગર જેવું દેખાતું હતું. કમળાનાં સમૂહ વડે તે રમણીય લાગતું હતું. તે બધી જાતની શોભાવાળું અને સુખમય હતુ. કલહ સો (વતક) રાજહંસે (લાલ ચાંચ તથા પગવાળા સફેદ હસ), બાલહસે (એક પ્રકારના પક્ષી), ચકવાઓને સમૂહ, તથા સુંદર સારસ આદિ ગવી લાં પક્ષીઓનાં યુગલે તેના પાણીનું સેવન કરતાં હતાં. તેથી તે સરેવર ચંચળ હતું. ઘણા જ દેવ–દેવીઓના યુગલેની કીડાને કારણે તેમાં ઉંચા મોજાઓ પેદા થતાં હતાં. તે જેનારાઓના હદયને, મનને તથા નેત્રોને આનંદદાયી હતું. પોતાની અસાધારણ કાન્તિ વડે તે બીજા બધાં સરોવરને મહાત કરતું હતું. ત્રિશલા દેવીએ આ પ્રકારનું કમળેવાળું સરોવર દશમાં સ્વપ્નામાં જોયું. (સૂ૦ ૨૪)
ક્ષીરસાગર સ્વપ્ન વર્ણનમ્
૧૧ ક્ષીરસાગરનું સ્વપ્ન મળનો અર્થ ‘ go કા uિro' ઇત્યાદિ. ચંદ્રના અજવાળાથી પણ વધારે ઉજવળ નિર્મળ જળના સમૂહવાળે, અનેક મોટા મોટા મગરો, શિશુમાર, તિમિ, તિમિગિલ, તિમિગિલગિલ નામવાળા મછાના ઉછળવાથી ઘણા ક્ષબ્ધ થઈ ગયો છે એ; અસાધારણ તરંગો વચ્ચે પણ તરવાવાળા જળ-જંતુઓ યુક્ત; અનેક નદીઓના પ્રવાહ જેમાં સામેલ થઈ જેના પાણીની વૃદ્ધિ કરે છે એ; જેના મધ્ય ભાગમાં, તરંગેની પરંપરા નિયત પ્રમાણે ઉઠી રહી છે એ; જેના તરંગ, કિનારે અથડાઈ પાછા વળતા પવનના જોરે, ચંચળ લહરીઓમાં ફેરવાઈ જાય છે એ જેના પાણીમાં દૂધ જેવા સફેદ અને મીઠા ફીણો થોકબંધ તરે છે એ; કીચડરહિતઃ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૭