Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 153
________________ મોટી મોટી નદીઓના વેગવાળા સંગમથી પડેલા ખાડામાં, ભરતી થતા પાણી ઉછળી પડતું, ને તે બને સંગમના લીધે થતાં ઉછાળાનું પાણી, ઘણું રમણીય અને સુંદર દેખાતુ એ જે મધુરજળવાળો ક્ષીરસાગર તેનું સ્વપ્ન, ત્રિશલા રાણીએ, અગ્યારમાં સ્વપ્નમાં જોયું. (સૂ૦ ૨૫) ટીકાને અર્થ—‘ત્તઓ go સા વીાિરા ઈત્યાદિ. પદમ સરોવરનું સ્વપ્ન જોયા પછી અગીઆરમાં સ્વનામાં ત્રિશલા દેવીએ ક્ષીરસાગરને જોયો. તે કેવો હતો, તે કહે છે તે ક્ષીરસાગરનાં નિર્મળ જળને સમૂહ ચન્દ્રમાનાં કિરણસમૂહથી ચળકતો હતે. વિશાળકાય મગરોના સમૂહ, શિશુમાર (શેશ નામના જળચરો) ના સમૂહ તથા તિમિ. તિમિંગિલ (તિમિ નામનાં માછલાઓને ગળી જનારા) તથા તિમિંગિલગિલ (તિબિંગિલ નામના મચછને પણ ગળી જનાર) મર છે તેમાં ઉપર ઉછળતાં હતાં. એ બધાના ઉછળવાને કારણે તે સાગરમાં અસાધારણ લહેરો ઉત્પન્ન થતી હતી તે લહેરેમાં વિવિધ પ્રકારનાં જળજંતુઓ ઉભરાતાં હતાં તે સાગરમાં ઘણી નદીઓનો સંગમ થતો હતો, અને તે સંગમને લીધે તેના પાણીમાં વધારો થતો હતા. તેમાં સર્વત્ર અને બધી તરફ લહેરો પર લહેરો ઉછળતી હતી. તે નાનાં નાનાં તરંગોની છટાવાળો હતો. પ્રબળ પવનના આઘાતથી એક લહેર પેદા થતી, તેમાંથી બીજી લહેર પેદા થતી, એ રીતે લહેરોની પરંપરા પેદા થતી હતી. તે તરંગપરંપરા જઈને કિનારાની સાથે અથડાતી હતી. આ અથડાટથી જે ચંચળ લહેરો ઉત્પન્ન થતી તે પાછી ફરવાથી પાણીમાં ફીણ ઉત્પન્ન થતાં હતા. તે ફીણવાળા જળને લીધે સાગરને મધ્યભાગ ઘણો જ સુંદર લાગતો હતો. તે સાગર કીચડ વિનાને હતે. ઘણા જ વેગથી દેડીને મોટી નદીઓ તે સાગરને મળતી હતી. તેમના સંગમને લીધે જે ખાડાઓ પડયાં હતાં તેમાં આવર્ત (ભમરીઓ) ઉઠતાં હતાં. તેમની સાથે મળેલું, ઉછળતું. પાછું ફરતું, અને વેગની સાથે જતું પાણી અત્યંત સુંદર લાગતું હતું. તે ક્ષીરસાગર મીઠાં જળ વડે સરસ લાગતો હતો તથા સુંદર હતું. આ પ્રકારને ક્ષીરસાગર ત્રિશલા દેવીએ અગીયારમાં સ્વપ્નમાં જોયો. (સૂ૦૨૫) દેવ વિમાન સ્વપ્ન વર્ણનમાં ૧૨ મું દેવવિમાનનું સ્વપ્ન a pr at arro' ઇત્યાદિ. ત્રિશલા રાણુંએ બારમાં સ્વપ્નામાં પુંડરીક નામનું દેવવિમાન જોયું. આ દેવવિમાન, ખરા બપોરના પ્રકાશમાં સૂર્યના તેજ જેવું દેદીપ્યમાન હતું. વિવિધ પ્રકારના ઘુઘરીઓના સમૂહ વડે, માટે અવાજ નીકળી રહ્યો હતો. તેમાં ચકચકાટ મારતી સંદર માળાઓ લટકી રહી હતી. વિમાન, દેવોની દિવ્ય ઋદ્ધિ સમાન ગણાતું, છાપરા ઉપર, સુવર્ણ અને મહામણીઓના પ્રકાશથી, ઘોર અંધકાર નાશ પામતા હતા. આ વિમાનમાં મણિ-રત્નોના હાર લટકી રહ્યાં હતાં. તેની ગતિ ઘણી વેગવાન હતી. તેના ચારે દ્વારે ઉપર, પાંચવણું રત્નો અને મતિઓના તારણે લટકી શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૩૮

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188