Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૫) તત્વાનુરૂપ––વસ્તુના વાસ્તવિક સ્વરૂપને અનુરૂપ કથન કરવું. (૧૬) અપ્રકીર્ણ પ્રાસતત્વ-પ્રકૃત વસ્તુનું યથાયેગ્ય વિસ્તાર સાથે વ્યાખ્યાન કરવું, અપ્રકૃતનું કથન ન કરવું.
પ્રકૃતનો પણ અતિશય-વધારે વિસ્તાર ન કરવો. (૧૭) અન્ય પ્રગૃહીતવ-પદો અને વાકને પરસ્પર સંબંધ છે. (૧૮) અભિજાતત્વ–ભૂમિકા પ્રમાણે વિષયનું નિરૂપણ કરવું. (૧૯) અતિસ્નિગ્ધ મધુરવ—સ્નિગ્ધતા અને મધુરતથી યુક્ત હોવું. (૨૦) અપરમર્મવેધિત્વ–બીજાના મર્મ-રહસ્યને પ્રગટ ન કરે. (૨૧) અર્થધર્માભ્યાસમાનતત્વ–મોક્ષરૂપ અર્થ તથા શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત હોવું. (રર) ઉદારત્વ–પ્રતિપાદ્ય વિષયનું ઉદ્ધાર હોવું, શબ્દ અને અર્થની વિશિષ્ટ રચના હેવી. (૨૩) પરનિન્દાસ્વાત્મત્કર્ષવિપ્રયુક્તત્વ-બીજાની નિંદા અને પિતાની પ્રશંસા વિનાના વચન હવા. (ર) ઉપગલાઘ––વચનોમાં પૂર્વોક્ત ગુણ હોવાથી તેમનું પ્રશંસનીય હેવું. (૨૫) અપનીતત્વ–કાળ, કારક, વચન, જાતિ, આદિના વિપર્યાસરૂપ ભાષાસંબંધી દોષો ન હોવા. (૨૬) ઉત્પાદિતાછિન્નકૌતુહલત્વ–શ્રોતાઓના મનમાં વક્તા પ્રત્યે કુતૂહલ ચાલુ રહેવું. (૨૭) અદ્રુતત્વ–બહુ જ જલકો ન બેલવું. (૨૮) અનિતિવિલમ્બિતત્વ-વચ્ચે વચ્ચે કાઈને–અટકીને ન બોલવું, વાણીને પ્રવાહ એક ધારે ચાલુ રાખ. (૨૯) વિશ્વમવિક્ષેપરાષવેષાદિરાહિત્ય—વક્તાના મનમાં ભ્રાન્તિ ન હોવી જોઈએ, તેનું ચિત્ત બીજે ન હોવું
જોઈએ. રોષ તથા આવેશ ન હોવ, એટલે કે અભ્રાન્ત ભાવથી ઉપગ લગાડીને શાંતિની સાથે
ભાષા બોલવી (૩૦) વિચિત્રવ–વાણીમાં વિચિત્રતા હોવી. (૩૧) આહિતવિશેષત્વ–બીજા પુરુષો કરતાં વચનમાં વિશેષતા હેવાને કારણે શ્રોતાઓને વિશિષ્ટ બુદ્ધિ
પ્રાપ્ત થવી. (૩૨) સાકાર–વર્ગો, પદે, અને વાક્યોનું અલગ અલગ હોવું. (૩૩) સર્વોપરિગ્રહીતત્વ-પ્રભાવશાળી અને ઓજસ્વી હોવાં. (૩૪) અપરિખેદિત્વ—ઉપદેશ દેતાં થાક ન લાગવો. (૩૫) અવ્ય છેદિત્વ-જ્યાં સુધી પ્રતિપાદ્ય વિષયની સારી રીતે સિદ્ધિ ન થાય ત્યાં સુધી સતત તેની
પ્રરૂપણ કર્યું જવી, અધૂરું છોડવું નહીં,
એ પાંત્રીસ ગુણોવાળ હોવાને કારણે તે બાળક લોકમાં અભિરામ થશે. સુંદર થશે, આનંદદાયક થશે. નિર્મળ કીતિવાળો થશે. કેવળજ્ઞાન કેવળદર્શનથી વિભૂષિત થશે. જગતનું એટલે કે જગતના જીનું ચિત્ત પિતાની તરફ આકર્ષવાને સમર્થ થશે. સંસારના સર્વધર્મ પ્રવર્તકામાં મૂર્ધન્ય (શ્રેષ્ઠ) થશે. બધા લોકોને ઈષ્ટ થશે અને પ્રશંસનીય થશે (સૂ૦૩૯)
શ્રી કલ્પ સૂત્રઃ ૦૧
૧૫૦