Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 158
________________ હિત કરનાર, સુખ કરનાર, શુભ કરનાર, સુકુમાર હાથ-પગ વાળા, હીનતારહિત પૂરી પાંચ ઇન્દ્રિય યુક્ત શરીર વાળા, લક્ષણે વ્યંજને અને ગુણોવાળા, માન ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ પ્રમાણસરનાં અંગોની રચનાવાળા, સર્વાગ સંદર, ચન્દ્રમાના જેવા સૌમ્ય આકારવાળા, કાન્તિવાળા, પ્રિયદર્શન અને સુરૂપ પુત્રને જન્મ આપીશ (સ૩૦) ટીકાને અથ– ' ઈત્યાદિ. પતિને જગાડયા પછી, ત્રિશલાદેવીને તેના પતિ રાજા સિદ્ધાર્થ આસન પર બેસવાની આજ્ઞા કરી. ત્યારે તે અનેક પ્રકારના મણી, સુવર્ણ અને રત્નાની રચના વડે અદ્દભુત લાગતાં ભદ્રાસન નામનાં આસન પર બેઠી. ચાલવાને લીધે પેદા થયેલ થાક દૂર થતાં તે સ્વસ્થ થઈ અને તે કારણે ઉદ્વેગ-ક્ષેાભ દર થવાથી તે વિશ્વસ્ત થઈ. સુખાસન પર બેઠેલી ત્રિશલાએ આ પ્રમાણે કહ્યું “હે નાથ? તે (પૂર્વવણિત) શય્યા પર ઉંધ અને જાગૃતિની અવસ્થામાં ચૌદ મહા સ્વપ્નને–ગજ, વૃષભ આદિને-જોઈને હું જાગી છું. તે હે નાથ! મેં જોયેલા ચૌદ સ્વપ્નનું મને કયું કલ્યાણકારી ફળ મળશે? ત્રિશલાદેવીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યા પછી રાજા સિદ્ધાર્થ એ વાતને સાધારણ રૂપે સાંભળીને તથા વિશેષરૂપે હૃદયમાં ધારણ કરીને અતિશય સંતેષ પામ્યા. મેઘની ધારાઓ પડવાથી જેમ કદંબનું ફૂલ વિકસે છે તેમ તેઓ પણ પુલકિત થયા. તેમણે ત્રિશલાએ જોયેલાં ચૌદ મહાસ્વનોના અર્થનો વિચાર કર્યો અને પછી ઈષ્ટ અર્થનું નરૂપણ કરનારી તથા પ્રીતિજનક વાણીમાં કહ્યું–હે દેવાનુપ્રિયે! તમે ઉદાર ઉત્તમ સ્વપ્ન જોયાં છે. આ રીતે હે મે હિતકારી, શિવકારી, પ્રશંસનીય, મંગળકારી, સશ્રીક-વિવિધ સંપત્તિની પ્રાપ્તિના સૂચક, આરોગ્ય સંતોષ અને દીર્ધાયુ દેનાર સ્વપ્ન જોયાં છે. હે દેવાનુપ્રિયે! તેથી આપણને ચકકસ અર્થલાભ-મણિ, માણેક સુવર્ણ આદિ ધનનો લાભ થશે. એજ રીતે ભેગને-મનોજ્ઞ શબ્દ આદિ વિષયને લાભ થશે. સુખ-ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિથી થતાં આનંદને લાભ થશે. રાજ્ય-આધિપત્યને લાભ થશે. રાષ્ટ્ર-દેશને લાભ થશે. આ પ્રમાણે હે દેવાનુપ્રિયે ! પૂરા નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ પસાર થતાં આપણાં કુળની ધજાના જેવા એટલે કે ઘણું જ અદ્દભુત, કળને દીપકની જેમ પ્રકાશિત કરનાર, તથા મંગળકારી, કુળમાં મુગુટ સમાન શોભા વધારનાર, કુળતિલક-કુળની શેભારૂપ હોવાથી તિલકના જે, કુળકીતિ કરપિતાના જન્મથી કુળની પ્રસિદ્ધિ કરનાર, કુળવૃત્તિકર-કુળની મર્યાદા કરનાર, કુળમાં આનંદ ઉત્પન્ન કરનાર, કુળને યશન્સવ દિશાવ્યાપી પ્રસિદ્ધિ વધારનાર, કુળને સૂર્યની જેમ પ્રકાશિત કરનાર, કુળના લાગેને માટે આધારભૂત કુળપાદ૫-જેમ વૃક્ષ છાયા આદિ આપીને સંતાપ આદિને દૂર કરી ઉપકાર કરે છે તેમ કુળના ઉપકાર કરવાવાળા, કુળની વંશ-વેલ વધારનાર, ભવ્ય જીવને પ્રતિબંધ દેનાર, સંસાર-જનિત ભયને નાશ કરનાર, દયાદાક્ષિણ્ય આદિ ગુણેને સાગર, સદુપદેશ દઈને બધાં પ્રાણીઓનું હિતકર, સુખકારી, શુભકારી, અત્યંત કોમળ હાથ-પગ વાળા, અહીન–અવિકળ એટલે કે અંગની ખોડ વગેરે દોષ વિનાના, તથા પ્રતિપૂર્ણ યથાચિત પુષ્ટ પાંચે ઇન્દ્રિ સહિત શરીરવાળા, લક્ષણ-હાથ-પગમાં બનેલી વિદ્યા, ધન, આયુ આદિની રેખાઓ તથા વ્યંજન-શુભ અશભને દર્શાવનારા તલ, મસ આદિ ચિહ્નો તથા સૌભાગ્ય અને ઉદારતા આદિ ગુણોવાળા અથવા પૂર્વોક્ત લક્ષણથી વ્યક્ત થતા ગુણવાળા, અથવા પૂર્વોક્ત લક્ષણે અને વ્યંજનેના ગુણોવાળા પુત્રને જન્મ આપીશ. રેખા આદિનો વિચાર બીજી જગ્યાએથી જાણી લેવું જોઇએ. તે પુત્ર માન, ઉન્માન અને પ્રમાણુથી પરિપૂર્ણ સપ્રમાણ શરીર વાળા થશે. જેનાથી પદાર્થનું માપ કરાય તે માન કહેવાય છે. જેમકે ત્રાજવાથી તળવું, આંગળી આદિ વડે માપવું, અને પાયલી આદિ વડે માપવું. પાણુથી ભરેલા કુંડ શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૧૪૩

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188