Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વપ્નમળે છે. આ સૂર્યનું વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે કે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરવાવાળે, તેજસ્વી કિરણે યુક્ત, સહસ્ત્ર કિરણોથી દશે દિશાઓને પ્રકાશિત કરવાવાળો હતે.
તેનું તેજ, પોપટની ચાંચ સમાન, પાકેલા બિંબફળ સમાન, ચણોઠીના અર્ધા–ભાગ-સમાન લાલઘુમ, અને ખિલેલા જવાકુસુમ અને કુસંભના પત્ર અને કુલ સમાન લાલ-મંડલવાળો હતો.
આ સૂર્ય તિષમંડળને અધિપતિ હતા. તેના તેજ અને પ્રકાશથી, વનરાજિ નવપલવિત થતી હતી. શીત વાતાવરણને ભેદી શકવા તે સમર્થ હતે.
આ સય' ના મધ્યબિંદુના આધારે, પ્રખર જયોતિષીઓ, જોતિષશાસ્ત્રના લક્ષણો વિગેરે કહી શકતા. આકાશમાં, તે દીપક સમાન, આખા લોકના નેત્ર સમાન, ગ્રહ, નક્ષત્ર, તારાઓના માર્ગના પ્રવર્તક, હિમને ગાળી નાખે તેવા બળવાળે, મેરુ પર્વતની ચારે બાજુએ ઘુમવાવાળો, વિશાળ મંડલ-યુક્ત ગણતે.
આ સૂર્ય, ગ્રહ-નક્ષત્ર વિગેરેને નાયક અને હિમને નાશ કરનાર હતે. પિતાના હજાર કિરણે વડે ચંદ્રમા ' વિગેરેના તેજને ફીકું પાડનાર મહાતેજસ્વી હતા અને ગાઢ અંધકારના ચૂરેચૂરા કરવામાં તે પ્રખર પુરુષાથી હતો. આવા ગુણોથી ભરપૂર એ સૂર્ય, ત્રિશલા રાણીને, સ્વપ્નમાં દેખાય. (સૂ૦૨૧).
ટીકાનો અર્થ–“તો કુળ રાષiધા” ઈત્યાદિ. પૂર્ણ ચન્દ્રમાને દેખ્યા પછી સાતમાં સ્વનામાં ત્રિશલા દેવીએ સૂર્યને જોયો. તે સૂર્ય કેવા હતે? તે કહે છે–
ઘાડ અંધકારના સમૂહને દૂર કરવામાં તે આગેવાન હતા, તેનાં કિરણે ઘણા શ્રેષ્ઠ અને તીવ્ર હતાં, હજાર કિરણે પ્રસરાવીને તેણે દિશા-સમૂહને પ્રકાશિત કરી નાખ્યો હતો. તે પોપટની ચાંચ જે, સારી રીતે પાકેલા બિસ્મફળ જેવ, તથા ગુંજાફળ (ચણાઠી) ના તળ જે લાલ હતું, અને તેનું મંડળ વિકસિત જવા પુષ્પના જેવું તથા કુસુંભનાં ફૂલ-પાન જેવું લાલ હતું. તે જ્યોતિષ્ક દેને ઈદ્ર હતો. કમળવનની શોભા વધારવામાં વિકસાવવામાં કુશળ હતે. શીતના સમૂહને નાશ કરવાને સમર્થ હતા, જ્યોતિષ શાસ્ત્રનાં લક્ષણોને પ્રદર્શક હતો. આકાશ મંડળનો એ અનેખો દીપક હતો જેમાં તેલ પુરવાની જરૂર રહેતી નહીં અને જેમાંથી ધુમાડો પણ નીકળતે નહી. સમસ્ત ભુવને-જગતમાં રહેતાં પ્રાણીઓનાં નયન જેવો હતો. તારા આદિ જ્યોતિષીઓના માગને પ્રવૃત્ત કરનારે હતે. હિમને ઓગાળવાને સમર્થ હતો. સુમેરુ પર્વતની સતત પ્રદક્ષિણા કરનારા વિશાળ મંડળવાળો હતો. મંગળ આદિ ગ્રહને નાયક હતા. દિન કરનાર હતા. પિતાનાં હજાર કિરણે વડે ચન્દ્રમાં આદિ સમસ્ત ગ્રહોના સમૂહનાં તેજને ઝાંખુ પાડનારે હતે. બીજા બધા ગ્રહનાં કરતાં અધિક તેજસ્વી હતો. બધી દિશાઓમાં છવાયેલા અંધકારના સમૂહનો નાશ કરનાર અને સુંદર હતું. એવા સૂર્યને જોયે. સૂ૦૨૧),
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૩