Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે કુન્દનાં ફૂલ, કુજક એટલે કે શતપત્રિકાનાં કુલે, કુરખક એટલે કે લાલ રંગના મહાસહાનાં કૂલ, કમળ એટલે કે કમળનાં કુલે, બકુલ એટલે કે બકુલનાં ફેલો, બબૂક એટલે કે બધુજીવકનાં ફૂલો, ચમ્પક અથવા ચંપાનાં ફેલ, અશોક એટલે કે અશોકનાં ફૂલો, મંદાર એટલે કે મંદારનાં ફુલો, તિલક અથવા શ્રીમદ્ વૃક્ષનાં ફૂલે, કચનાર એટલે કે લાલ રંગનાં એક જાતનાં ફલે, સહકાર એટલે કે આંબાની મંજરી, જાતી એટલે કે જાઈનાં ફલો, માલતી એટલે કે માલતીનાં ફલો, એ બધી જાતના ફેલ વડે બનેલ હોવાથી એ બધાની અતિશય પ્રશસ્ત ગંધ વડે તે શેભાયમાન હતું. તે બધી તરફ ફેલાતી ગંધથી સુંદર હતું. સરસ, વિકસિત, રમણીય, અને શ્રેષ્ઠ કાળાં નીલાં પીળાં, લાલ, અને સફેદ એ પાંચે રંગેના તથા બધી ઋતુઓનાં સુગંધિત ફૂલોની શોભાયમાન સુંદર અથવા મનવાંછિત રચનાઓથી અદૂભુત હતું. એટલે કે તે માળાયુગલમાં બધી ઋતુઓનાં અને બધા રંગેનાં ફૂલો હતાં અને તેની બનાવટ ઘણી સુંદર હતી. તેથી તે જોતાં અદ્દભુત લાગતું હતું. તે દેવલોકનાં ફૂલ વડે બન્યું હતું. તેથી પવિત્ર વિશુદ્ધ હતું. તેની આસપાસ મધુ (પરાગ) ના લોભી, ક્ષેભવાળા, અંદર રહેલા, તથા મધુર અને અસ્કુટ શબ્દ કરતા ભમરાઓને સમૂહ ગુંજારવ કરતે હતે. તે ગધેથી તૃપ્તિ કરનારું હતું. બધા લોકોના મનને હરવામાં ધુરન્ધર-શ્રેષ્ઠ સુગંધથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉવ અને અધેદિશારૂપ દશે દિશાઓને એટલે કે તેમાં રહેલાં પ્રાણીઓને આનંદિત કરતું તથા આકાશમાંથી નીચે ઉતરતું વિશાળ પુષ્પમાળાયુગલ જોયું (સૂ૦૧૯).
ચન્દ્ર સ્વપ્ન વર્ણનમ્ |
૬-ચંદ્રમાનું સ્વપ્ન મૂળને અર્થ- સૌ gm gr' ઇત્યાદિ. માળાની જોડીને જોયા બાદ, છઠા સ્વપ્નમાં, ત્રિશલા દેવીએ ચંદ્ર' ને જોયે. આ ‘ચંદ્ર” ગાયના દૂધ જેવો, પાણીના ફીણ સમાન, ચાંદીના કળશ જે અને કુન્દપુષ્પ જેવો સફેદ હતું. આ “ચંદ્રમા ' ચકેર પક્ષીના મનને સુખદાયી અને સર્વના મનને આનંદ ઉપજાવનાર, દિશારૂપી રમણીના દર્પણ સમાન, કુમદને પ્રફુલ્લિત કરવાવાળે, સેળે કળાથી પરિપૂર્ણ હતે. આ ચંદ્રમાં રાત્રિને રાજા અને પતિ ગાવાથી રાત્રિને નિર્મળ અને આલહાદક બનાવતે. રજત-ચાંદીના પહાડના શિખર સમાન વેત સુવર્ણ જે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૧