Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાન પર બેઠી હતી. તેનું મુખ દિવ્ય, નૂતન અને ભવ્ય હતું. તેના હાથ અને પગમાં સાથિ. શંખ, અંકુશ અને ચક વગેરેની શુભ રેખાઓ અંકિત હતી. તેની આંગળીની હાર અત્યંત સુકુમાર-કમળ હતી. તેની રે ઉત્તમ આંજણ, ભ્રમર, મેઘ-સમૂહ, અરિષ્ટ (ખાસ પ્રકારનું કાળું રત્ન), ભેંસના શિંગડાં, નીલ અને કાજળના જેવી આલાવાળી–કાળાં, સરખી, મળી ગયેલી, ઘણી બારીક, કે મળ અને ઘણી શોભિતાં હતાં. તેના નખને સમૂહ સ્વરછ તથા માખણ જે મુલાયમ હતે. ચરણ યુગલ સેનાના બનાવેલા કછપની (કાચબાની) પીઠના જેવા ઊંચા-ભરાવદાર, વિશુદ્ધ તથા સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવેલાં લક્ષણોવાળાં હતાં. તેનું સુંદર કપિલ-મંડલ કુંડળ વડે શોભતું હતું. તેનું વક્ષસ્થળ વિશાળ મતિઓના હારથી શોભતું હતું અને બધી ઋતુઓમાં ઉત્પન્ન થતાં સુંદર ગંધવાળાં પુષ્પોની માળાથી યુક્ત હતું. તેના શરીરરૂપી લતા ઉંચી પુષ્ટ અને કમળ હતાં એટલે કે તે સર્વાગ સુંદર હતાં. મનહર મણીઓના સમૂહના નાના નાના ખ ડોવાળા સેનાની સેર વડે તેને કટિ પ્રદેશ શેલતે હતા. તેનું કપાળ અર્ધચન્દ્રમાં જેવું હતું. અનેક ચન્દ્રકાન્ત તથા વૈર્ય આદિ મણીએ. સામાન્ય સુવર્ણ તથા અંકરન સ્ફટિકરત્ન, અને લોહિતાક્ષ આદિ રન અને ઉત્તમ સુવર્ણના બનાવેલાં ઘરેણાં હતાં, તથા હાર-અઢાર લટને, અધહાર નવ લટને, રત્નજડિત કુંડળેની જોડી. ધારણ કરેલી હેમમાળા, મણિમાળા, કનકમાળા (અહીં હેમ અને કનક બન્ને સેનું હોવા છતાં પણ તેમની જાતમાં તફાવત છે) કટિસૂત્ર, તિલક (કપાળે ચન્દન વગેરેનું) કુલક,
લના આકારનું એક લલાટે પહેરવાનું ઘરેણુ) સિદ્ધાથિકા (ગળાનું સોનાનું ઘરેણાં) કવાળિકા (કાનના ઉપરના ભાગમાં પહેરવાનું કાનનું ઘરેણું) શશી, (ચન્દ્રાકાર આભૂષણ) સૂર્ય (સૂર્યના આકારનું આભૂષણ), તલભંગક (હાથનું ઘરેણું), વૃષભવત્રક (બળદના મુખના આકારનું ઘરેણુ), ત્રુટિત (હાથનું ઘરેણું). હસ્તામલક નામનું આભૂષાગ. કેયર (હાથનું આભૂષણ), વળય-કંકણ, પ્રાલખ (ડોકનું આભૂષણ) અંગુઠી, વલાક્ષ (ડેકાણું ઘરેણું) દીનારમાલિકા (દીનારોની માળા) પ્રતરક (ગળ-પાનના આકારનું એક આભૂષણ) પરિહાર્યક (એક જાતનું આભૂષણ) યાજાલ (પગનું આભૂષણ ) તથા ઘટિકા ( એક જાતનું ઘરેણું) કિંકિણી (પગનું ઘરેણું) અને પત્નીના વિશાળ સમૂહ વડે જડિત શ્રેષ્ઠ રત્નમય ઉત્તમ નુપુર, ચલનમાલિકા (પગનું એક ઘરેણું) કનકનિગડ (બેડીના આકારનું પગમાં પહેરવાનું સેનાનું ઘરેણું) જાલક (પગનું ઘરેણું), મગરના મુખ જેવા આકારથી શોભતાં નુપુર, આ બધાં આભૂષણે ગતિથી (ચાલવાથી) મધુર અવાજ કરતાં હતાં.
તથા–તેનાં (લક્ષમીના) હાથ અને પગ લાલ કમળનાં જેવાં કોમળ હતાં. સ્વરછ કમળનાં પાન જેવી અને આંખો વિશાળ હતી. હાથરૂપી પલ્લ દ્વારા પકડેલા, ભમરાઓના સમૂહ જે કાળો લાંબો અને સુંદર કેશસમૂહ હતાં. તે મને હર મુખ, હાથ, પગ, અને નયનવાળી હતી, તથા લાવણ્ય, રૂપ અને યૌવન સંપન્ન હતી. ખૂબ પુષ્ટ સમસ્ત અંગ-ઉપાંગોથી શોભાયમાન હતી. કર યુગલ, ચરણ–યુગલ, મસ્તક, આદિ અંગ-ઉપાંગોમાં પહેરેલા મણિ સમૂહ, સુવર્ણ અને રત્નનાં બનાવેલાં આભૂષણોના પ્રકાશથી તેણે ઘાટા અંધકારને દૂર કરી નાખ્યો, તે શાંત સ્વરૂપવાળી હતી. પિતાનાં શરીરની સ્વચ્છ કાન્તિ વડે તેણે દસે દિશાઓને પ્રકાશિત કરી દીધી હતી.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૯