Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે આકાશતલમાંથી ઉછળતા હતા અને ત્રિશલા દેવીના સુખરૂપી ગુફામાં પ્રવેશ કરતા હતા. એવા સિંહને ત્રિશલા દેવીએ ત્રીજા સ્વપ્નામાં જોયા (સૂ૦૧૭)
લક્ષ્મી સ્વપ્ન વર્ણનમ્ ।
૪–લક્ષ્મી સ્વપ્ન
મૂલના અ— તો મુળ ક્ષા ૩૦ વિાય ' ઇત્યાદિ. ચેાથા સ્વપ્નમાં, ત્રિશલા રાણીએ, લક્ષ્મીજીને જોયાં. આ લક્ષ્મી દેવી, સુશેભિત સ્થાન ઉપર વિરાજ્યાં હતાં. તેમનુ મુખ દિવ્ય અને ભવ્ય હતુ.
તેના હાથ--પગમાં, સ્વસ્તિક, શંખ, અંકુશ તથા ચક્રની શુભ રેખાએ હતી. તેની આંગલિએ કામલ હતી. તેના ખાલ કાળા ભમર જેવા, મેઘસમાન, અરિદ્વાના રંગ જેવા, કાળા રત્ન સમાન, ભેંસના શિંગડા જેવા અને કાજળ સરીખા હતાં. તેનાં નખ લાલધુમ અને વારીક હતાં. તેના ચરણા કાંચવાની પીઠ જેવા પુષ્ટ અને વિશિષ્ટ હતાં. બેઉ ગાલા પર કુંડલ શાલી રહ્યાં હતા. છાતીપર વિશાળ મુકતાહાર અને હમેશાં તાજી રહી શકે તેવી ફૂલની માલા ધારણ કરી હતી. શરીરના બાંધે ભરાવદાર અને મૃદુ હતા. કેઠે મને સમણએથી સજ્જ એવા કદાર હતા. તેમના લલાટ પ્રદેશ અર્ધચંદ્રાકાર હતા. વિવિધ પ્રકારના મણિયાવાલા રત્નજડિત હાર, તેમજ વિવિધ આભરણા તેમણે ધારણ કર્યાં હતાં. હાર, અદ્ધ હાર, રત્નકુંડલ, હેમમાલા, મણિમાલા, કનકમાલા, કંદોરા, તિલક, ફુલ્લક, સિદ્ધાથિંકા, કણુ વાલિકા, ચંદ્ર (ચાંદલ') સૂર્ય' (સૂર્ય'ને આકારનું આભૂષણ) વૃષભવકત્રક, તલભંગ, ત્રુટિત, હસ્તમાલક, હ, કેયૂર, વલય-ચૂડી, પ્રાલંબ, અંગુલીયક–વીટી, વલાક્ષ, દીનારમાલિકા, પ્રતરક, પરિહેરક (પરિહા ક) પાઢંજાલ, અને ગમન કરતાં મધુર ધ્વનિ કરનાર એવા રત્નેાના વિશાલ સમૂહથી જડેલ શ્રેષ્ઠ નૂપુર, ચરણમાલિકા, કનકનિગડ, મકરમુખીનુ પુર (ઝાંઝર) આ બધાં સુંદર આભરણાથી તે શાભાયમાન હતાં. કર અને ચરણે લાલકમલ સમાન કામલ હતાં. નેત્ર નિમાઁલ કમલપત્ર સમાન વિશાલ હતાં. લાંખે અને ભમરાના રંગ જેવા કેશકલાપ હતા. લાવણ્ય,રુપ અને યૌવન ઇલેાછલ ભર્યાં હતાં. સર્વા ંગે સુંદર હતાં. ધારણ કરેલા આભૂષણેાથી, રાત્રીમાં પણ વગર દીવે અજવાતું આપી રહી હતી. લક્ષ્મી દેવી ઉપશાંત દેખાતાં હતાં. તેના રૂપ રંગ અને લાવણ્યથી દશે દિશાએ ઉજ્જવલ બની રહી હતી. કમલ પર તેનું આસન હતું. સજનાના હૃદયમાં, તેમની આકૃતિ, આલ્હાદ આપી રહી હતી. વિકસિત કમલ પત્રનાં સમાન તેનાં નયના હતાં. આવા સ્વરૂપવાળી લક્ષ્મી દેવીને, ત્રિશળા રાણીએ, ચેાથા સ્વપ્ને જોયા. (સૂ૦૧૮)
ટીકાના અ—‘તો કુળ સા વિદ્ય' ઇત્યાદિ. સિંહનું સ્વપ્ન જોયાં પછી ત્રિશલા દેવીએ ચેાથા સ્વપ્નમાં લક્ષ્મીને જોઇ, તે લક્ષ્મી કેવી હતી તે કહે છે~~~
ઊંચા અને સુથેભિત સ્થાન પર તેણે પેાતાનું આસન બનાવ્યું હતું. એટલે કે તે ઉન્નત અને સજાવટવાળા
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૨૮