Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મોતીઓના હાર, ઝાકળનાં પાણી, ક્ષીરસાગર, ચન્દ્રનાં કિરણે અને ઉત્તમ ચાંદીના પર્વતના જેવા શ્વેત શરીરવાળો હતે. આમ-તેમ ડોલતા તથા મધુર ગુંજારવ કરતા ભમરાઓના સમૂહથી સુશોભિત અને સુગંધીદાર મદધારાથી યુક્ત તેનાં બન્ને ગાલ અત્યન્ત સુંદર લાગતાં હતાં. તેને કારણે તે ઘણે સુંદર લાગતું હતું. તે ઈન્દ્રના સુંદર હાથી (ઐરાવત) જે લાગતું હતું. એટલે કે ઉંચાઈ, વિશાળતા તથા ધવલતામાં તે ઐરાવત હાથીના જેવું હતું. તે સુંદર કીડા કરનારો હતો. તેને અવાજ જળવાળા તથા આડમ્બરવાળા (આકાશમાં છવાનાર) મેઘની ગર્જના જે ગંભીર અને મને હર હતું. તે આંખોને આનંદ આપતો હતો એટલે કે સુંદર હતો. હાથીનાં બધાં લક્ષણોવાળે હતો. સુંદર જ ઘવાળ હતા, તથા મંગળકારી હોવાને કારણે મંગળરૂપ હતો. ત્રિશલા ક્ષત્રિયાણીએ આવા ગજને પહેલા સ્વપ્નમાં જોયે. (સૂ૦૧૫)
વૃષભસ્વપ્નવર્ણનમ્ ।
૨–વૃષભ-સ્વપ્ન મૂળ અર્થ– જ સ ઈત્યાદિ. પહેલા સ્વપ્ન બાદ ત્રિશલા રાણીએ, વેત રંગના કમળપત્રોના સમૂહથી અધિક કાંતિવાળા, કિરણોના સમૂહના પ્રસરણથી ચારેતરફ ફેલાતા પ્રકાશ સમાન, ચમકતી વિજળી સમાન, હષ્ટપુષ્ટ, વિશાળ ખાંધવાળા,બારીક, નિર્મળ અને સુકુમાર રેમથી ભરપૂર, મનહર અંગે પાંગવાળે, સઘન ગોળ, ચિકણા, સુંદર, તીણ, અને વિશાળ સિંગડાવાળો. શાન્ત, દાન્ત, એક સરખે ભાયમાન નિર્મળ દાંતવાળ, વૃષભને લગતાં સર્વગુણસંપન્ન એ, હિમાલયની ઉપમા આપી શકાય તેવો “વૃષભ' જોયે. (સૂ૦૧૬)
ટીકાને અર્થ–“તો પુળ ' ઈત્યાદિ. હાથી જોયા પછી બીજાં સ્વપ્નમાં ત્રિશલા દેવીએ વૃષભ જે. તે વેત કમળની પાંખડીઓના સમૂહને પણ મહાત કરનારી દેહકા તિવાળે હતે. તે પોતાનાં શરીરમાંથી ઉત્પન્ન થતાં પ્રકાશના સમૂહને બધી તરફ ફેલાવી રહ્યો હતો અને તેથી બધી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. પોતાની કાન્તિને પ્રકાશિત કરતો પુષ્ટ અને વિશાળ ખંધવાળે હતે. તેનાં શરીર પરની રૂંવારી ઘણીજ બારીક, સ્વચ્છ, નરમ, અને સુંવાળી તથા ચકચકિત હતા. તેના મુખ વગેરે બધા અંગોપાંગ સ્થિર, સપ્રમાણું. પુષ્ટ અને મુલાયમ હતા. તેના શિગડાં નકકર, ગોળાકાર, સુંવાળાં, મનોહર, તીણી અણિવાળા અને વિશાળ હતાં. તે શાન્ત અને દાન્ત હતો એટલે કે ઉદ્ધત ન હતો. તેનાં બધા દાંત એક સરખા, સુન્દર અને નિર્મળ હતા. યુગ્યતા-ગાડી સાથે જોડવાની રેગ્યતા, ધુરન્ધરતા (ધૂસરીને ધારણ કરવા માટેની મજબૂતી) વગેરે વૃષભને યોગ્ય બધા ગુણોવાળે તે હતું, અને પોતાની વેતતા અને ઊંચાઈ આદિને કારણે તે હિમાલય પર્વત જેવું લાગતું હતું. એવા વેત વૃષભને ત્રિશલા દેવીએ બીજાં સ્વપ્નમાં જોયો. (સૂ૦૧૬).
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૬