Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂળને અર્થ– તe of ઈત્યાદિ. દેવેન્દ્રના ફરમાન પ્રમાણે, હિતેષુ, શાસનહિતકર હરિણેગમેષ દેવ, સિદ્ધાર્થ રાજાના ઇદ્રભવનસમાન રાજમહેલમાં પ્રવેશ કરી, સૌભાગ્યસંપન્ન, સર્વાંગસુંદર અને સુખપૂર્વક સુતેલાં ત્રિફળા રાણી સમીપ આવ્યું.
રાણી સહિત સર્વ સ્વજન-પરિજનને “ અવસ્થાપની” નિદ્રામાં સુવાડી દીધાં, ત્રિશળા રાણીની કુખમાંથી અશુભ અને દુર્ગન્ધવાળા પદાર્થો અને રજકણે ઉપાડી લઈ, શુભ અને સુખકારી રજકણો દાખલ કર્યા, શક્રેન્દ્રના હેકમ અનસાર, અપ્રતિહત દિવ્ય પ્રભાવ વડે, આશાવદ તેરસ ૧૩ ના દિવસે, ઉત્તરાફાગુની નક્ષત્રનો ચંદ્રમાની સાથે રોગ થતાં, ત્રિશળા રાણીના ઉદરમાં રહેલ ગર્ભને ઉપાડી, ભગવાનના શરીરને, તે ગર્ભમાં મૂકી દીધું. ત્યારપછી દેવાનંદા બ્રાહ્મણી પાસે જઈ રાણીના ગર્ભને તેની કૂખે મૂકો.
આ કાળ અને આ સમયે, શ્રમણ ભગવાન, મતિ-શ્રુત અને અવધિજ્ઞાન યુક્ત હતાં. તેથી “સંહરણ થશે એમ જાણતાં હતાં. 'સંહરણ થઈ ગયું” એ પણ જાણ્યું “સંહરણ થઈ રહ્યું છે તે પણ જાણતાં હતાં. કારણ કે સંહરણને કાળ અસંખ્યાતા સમયને હોય છે.
કાર્ય પૂરું થયાં બાદ, આ દેવ, ભગવાન મહાવીર તેમજ તેમની માતા ત્રિશળા રાણીને નમસ્કાર કરી, અંતર્ધાન થયે. કેન્દ્ર પાસે આવી કાર્ય સમાપ્તિની જાહેરાત કરી. (સૂ૦૧૩)
ટીકાનો અર્થ કંઈત્યાદિ. આવા દે, ભાવિક અને શાસનની ઉન્નતિ સાધવાવાળા હોય છે. સંહરણના કાર્યમાં તેઓ કાર્યસાધક હોય છે. એટલે ચેડા જ સમયમાં આવું કપરું કામ પૂર્ણ કરી દે છે.
ઘણા દેવ કુતૂહળ કરવાના ઇરાદાથી, અથવા મૃત્યુલોકમાં પોતાની મહિમા પૂજા કરાવવાની ઈચ્છાથી, અનેક વ્યક્તિઓની માનસિક ભૂમિકામાં પલ્ટો લાવે છે. તેમજ સ્વપ્નદશન દે છે, અથવા સ્ત્રીઓના ગર્ભનું સંહરણ કરે છે. આવા દે મિથ્યાત્વ ભાવવાળા હોવાથી, સુખની લાલસાએ આવા કૃત્ય કરે છે, ત્યારે હરિણગમૈષી દેવ. ફકત આવા કેઈ શભ પ્રસંગે દેવેન્દ્રની આજ્ઞા થશે. આવા કાર્યો. ધમની ઉન્નતિ અથે જ કરે છે,
“સંહરણ’ એટલે સમ્યફ પ્રકારે હરી લેવું તેમજ દાખલ કરવું તે થાય છે. આવા વખતે ગર્ભાધાનમાં રહેલાં જીવે મૂછવંત હોય છે, કારણ કે ગર્ભનું દુઃખ કલ્પનાતીત હોય છે. જીવના ભૂલકણાં સ્વભાવને લીધે ગર્ભમાંથી આવ્યા બાદ જ તે દુઃખને વીસરી જાય છે. પરંતુ ભગવાને ગર્ભના દુઃખ અનુભવતાં હતાં, છતાં સજાગ હતાં, કારણ કે “સમ્યકત્વભાવ' દ્વારા તેમનું લક્ષ “ આત્મા ' પ્રતિ કેન્દ્રિત થયેલું હોઈ આવા દુઃખ તેમને અસર કરી શકતાં નહિ. દાખલા તરીકે આપણને શારીરિક વેદના થતી હોય છતાં, કઈ વ્યક્તિ આપણું લક્ષ, તેની વાતમાં પરોવી દે ત્યારે જ્યાં સુધી વાતમાં મન પરોવાયેલું રહે ત્યાં સુધી તે દુઃખની અસર અનુભવાતી નથી. આ બધા દુઃખનું મૂળ કારણ ' મનમય’ પ્રવૃત્તિ છે.
ભગવાનનું લક્ષ “ અનાત્મક' ભાવ તરફથી છૂટી, “આત્મભાવ” તરફ વળી ગયું હતું તેથી તેઓ દુઃખને દુઃખ નહીં ગણતા. (સૂ૦૧૩)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૦