Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) માળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) વજા (૯) કુંભ-કલશ (૧૦) પધસરોવર (૧૧) સાગર (૧૨) વિમાન–ભવન (૧૩) રત્નરાશિ (૧૪) અગ્નિશિખા, ઉપરના ચે અનુભવ મલતાં, તે જાગી ઉઠી. (સૂ૦૧૪)
ટીકાને અર્થ– “ag ળ ના તિરસ્ટા' ઇત્યાદિ. ત્યારે હરિણગમેષી દેવ પાછા ફર્યા પછી, દેવવડે સંહરણ કરાયેલા ગર્ભ ધારણ કરનારી ત્રિશલા ક્ષત્રિયાણીએ અપૂર્વ પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થવા લાયક ઉત્તમ ભવનમાં, શમ્યા પર સૂતી વખતે ચૌદ મહાસ્વને જોયાં. તે ભવન કેવું હતું તે બતાવે છે –
તે ભવન સુંદર ષડદાથી લઈને ચંદ્રશાળા સુધીના અનેક વિભાગો વાળું હતું. સુંદર છ કાષ્ઠોને ષડદાસ કહે છે. આ જ કાષ્ઠ ઘરના બારણાંઓનાં કમાડોમાં હોય છે. વિર્ય આદિ અનેક પ્રકારના મણીઓથી ચિત્રવાળાં, સવાળાં તથા મનોહર રચનાવાળાં સ્તંભના અંતિમ ભાગની પાસે કાષ્ઠાદિ વડે બનેલી પુતળીઓ—મનુષ્ય આદિની આકૃતિઓ-થી, મનહર મણીઓ, સેના અને રત્નોથી શોભતાં શિખરો વડે, હિંસક પ્રાણીઓની શંકાથી વર્જિત કપોતપાલિકા-મહેલ આદિના અગ્રભાગ ઉપર કાષ્ઠ આદિ વડે બનાવેલાં પક્ષીઓનાં નિવાસ સ્થાન વડે વિશાલ અને જુદા જુદા પ્રકારના વજ આદિ મણીઓના સમૂહ તથા અર્ધચંદ્રનાં જેવાં ચલકતાં અનેક પ્રકારના ચિહ્નોવાળાં રત્ન દ્વારા રચેલ સીડીઓની પરંપરા વડે, નિયૂહો-દરવાજાની આજુબાજુ દીવાલમાંથી બહાર નીકળી આવતા અશ્વ વગેરેની આકૃતિનાં કાષ્ઠોથી સુશોભિત અંદરના ભાગથી, સેનાની ઘુઘરીઓથી શોભાયમાન કનકાલિકા (ભવનને એક ભાગ) થી, તથા ચંદ્રશાલા (ભવનનું શિરોગૃહ) થી, તે ભવન સુંદર લાગતું હતું. તે ભવનની દીવાલ સેનાની હતી, અને તેઓમાં રત્નો જડેલાં હતાં. હંસગર્ભ નામનાં રત્નનાં બનેલાં વિશાળ દ્વારે હતાં. ગમેદ મણીઓ વડે રચેલ ઈન્દ્રકલ-દ્વારને અવયવ વિશેષ હતું. તેની ચીકઠ (બારણાનું ચોકઠું-ઉમરે) મનહર લોહિતાક્ષ મણિ વડે બનાવેલી હતી, અથવા તે ઘરની ચૌકઠ મનહર મંગળ ગ્રહના જેવી સુંદર અને લાલ હતી. મરકત અને વજી મણીઓ વડે બનેલાં કમાડ આગળથી મનહર લાગતાં હતાં તે પાંચ રંગનાં ૨ો વડે બનાવેલા તેરણાથી શોભતાં હતાં. ત્યાં ચકચકિત તેજવાળાં રત્નનાં ચંદરવા બનાવેલા હતા. અદ્દભુત રૂપથી ચિત્રલ સ્કટિક મણીઓના હસની હારે આકાશમાં ઉડનારા સાચા-સજીવ હસે કરતાં પણ અધિક સુંદર લાગતી. મંદ મંદ પવનથી છલતી અને સુવર્ણમય પાતલાં સૂતરમાં પરોવેલી મણિ-મેતિયાની ઝાલરમાંથી નિકલતી છત્રીસ રાગરાગણીઓથી ગુંજતું રહેતું હતું, એટલે કે તે ભવનમાં મધુર અને અર્જુટ ધ્વનિ ચાલુ રહેતું હતું. તે સુંદર તથા અનુપમ સેનાની દીવાલોની શોભા વધારનાર સોનાગેરૂ આદિના ૨ગ વડે રંગેલું હતું. ભાગ તદ્દન વેત, ઘસેલ અને સાવરણી વડે સાફ કરેલ હતું અને અંદરના ભાગમાં અનેક પ્રકારના અદ્ભુત ચિત્રો બનાવેલાં હતાં. તેનું ભોંયતળિયું (ફશ) વેત આદિ પાંચ રંગોના વડે બનાવેલું હતું, અને તેની છત
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૩